________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 213 દેશ, મલાક્કા, મસાલાના બેટ વગેરે ઠેકાણે ફરી પાછો ગેલે આવી તે ઈગ્લેંડ ગયો. આ પ્રવાસમાં ફિચ્ચે પોર્ટુગીઝેના જુલમની તથા પૂર્વના વેપારની ઘણી ઉપયોગી માહિતી એકઠી કરી, અને સ્વદેશ પાછા ફરી ઈંગ્લેંડના લેકેને તે જણાવી. આજે આખા જગતમાં થતી ઉથલપાથલ આપણી હથેલીમાં થતી હોય તેમ આપણે તે સહજમાં જાણીએ છીએ, પણ તે વખતની સ્થિતિ નિરાળીજ હતી. ત્યારે ફિચ્ચ જે એકાદ ગ્રહસ્થ લાંબી મુસાફરી કરી પાછા ફરતે તે તેની હકીકત સાંભળવા માટે લોકોના થકેથોક એકઠાં મળતાં, અને સાહસિક પ્રવાસની વાત ઘણી આસ્થા તથા ઉત્સુકતાથી સાંભળતાં. જે વર્ષે ફિચ્ચ ઈંગ્લેંડ પાછો આવ્ય તેજ વર્ષે રેમંડ ત્યાંથી હિંદુસ્તાન આવ્યો હતો. પણ તેને કંઈ યશ મળે નહીં, કેમકે તેની સાથેનાં બે વહાણમાંનાં સઘળાં માણસે રેગ તથા તેફાનને લીધે મૃત્યુને મુખે જઈ પડયાં હતાં. રેમંડની સાથે એક ત્રીજું વહાણ કૅપ્ટન લંકેસ્ટરના ઉપરીપણા હેઠળ આ દેશમાં આવી ત્યાંથી મલાક્કા જઈ જુદી જુદી જાતને માલ ભરી અનેક સંકટો ભોગવતું સને ૧૫૯૧માં ઈગ્લેંડ પાછું ફર્યું. વેપાર માટે નીકળેલાં અંગ્રેજ વહાણમાં આ પહેલુંજ હતું, કારણ વલંદા લેકે એ એવી સફર હજી કરી નહોતી. લંકેસ્ટર પૂર્વમાંથી ગમે તેટલે થે માલ લાવ્યો પણ આવી શરૂઆતથી પર્ટુગીઝને પિપ તરફથી મળેલા વેપારી ઇજારાનું મહત્વ ઓછું થવા માંડયું. 5, કંપની સ્થાપવાને ઉપકમ-સ્પેનિશ કાફલાના નાશ પછી પ્રટેસ્ટંટ રાષ્ટએ પિપને હુકમ તરછોડી કહાડે એટલું જ નહીં, પણ નવી શોધ કરવાની પદ્ધતિમાં પુષ્કળ ફેરફાર કર્યો. પ્રાચીન તથા મધ્ય કાળમાં વેપારની માહિતી તથા માર્ગ છુપા રાખવાને ધારે પડી ગયો હતો. જે કઈ પિતાના દેશના નકશા વગેરે કહાડી વેચતું તે તેને દેહાંત દંડની શિક્ષા થતી. આએિંટિક સમુદ્ર ઉપરનાં રાજ્યો ઈજીપ્ત વગેરે પૂર્વના બીજા દેશની કંઈ પણ હકીકત આટલાંટિક મહાસાગર ઉપરની પ્રજાની જાણમાં આવવા દેતાં નહીં. સોળમા સૈકામાં આ રીત બદલાઈ ગઈ. પોર્ટુગીઝ રાજપુત્ર