________________ 212 निर्मळू निर्विकारू स्वामिया // 3 // तूं अदृष्टू तूं आवेक्तू / समदयाळू सर्वप्राप्तू / सर्वज्ञा, सर्वनीतिवंतू। एकूचि देवो तूं // 4 // तूं साक्षात् परमेश्वरू / अनादिसिद्ध अपरंपारू / आदि अनादि अविवासू अमरू / तुझें स्थान त्तिलोकीं // 5 // * ઉપલી લીટીઓ વાંચ્યા પછી તત્સંબંધી સ્ટીફનની પ્રશંસા કરતી વખતે આપણે એટલું યાદ રાખવાનું છે કે તે પરદેશી હેવાથી તેની શબ્દરચનામાં કેટલેક સ્વાભાવિક ફેરફાર છે. કેટલાકના મત પ્રમાણે મૂળ બાઈબલ કરતાં આ પુરાણમાં સ્ટીફને વિશેષ રસ આમેઝ કરેલું હોવાથી, તથા પ્રાચ રૂચીને અનુસરી તેની કાવ્યરચના કરવાથી પરિણામ સારું જ આવ્યું છે. ખ્રિસ્તી ધર્મનાં સઘળાં ત તથા તેમાંની નીતિને ભાગ આ પુરાણમાં ઉત્તમ પ્રકારે દાખલ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ઉપરથી આપણને પાશ્ચાત્ય પ્રજાના ઉદ્યોગની કંઈક કલ્પના થાય છે. રાફ ફિચ્ચ (Ralph Fich) નામને બીજો એક અંગ્રેજ ગ્રહસ્થ ફરતે ફરતે ગેરવે આવ્યો હતો. એને પોર્ટુગીઝોએ કેદ કર્યાની બાતમી સ્ટીફને જ પ્રથમ ઇંગ્લડ મેકલી હતી. ફિચ્ચ સને 1583 માં ખુઠ્ઠી માગ હિંદુસ્તાન જવા સારૂ ઇંગ્લેડથી નીકળ્યો ત્યારે તેને ઈલિઝાબેથ રાણીએ પૂર્વના રાજાઓ ઉપર ભલામણ પત્ર લખી આપ્યા હતા. ભૂમધ્ય સમુદ્રમાં થઈ એશિયાને પશ્ચિમ કિનારે ઉતર્યા બાદ ફિચ્ચ યુટીસ નદીને કાંઠે કાંઠે ઈરાનના અખાત મારફત આર્મઝ આગળ આવ્યા. અહીં પોર્ટુગીઝ કેના દેષને ભેગા થઈ પડતાં તેને તેઓએ કેદ પકડી ગે મોકલી દીધો. કેટલાક દિવસ પછી સ્ટીફનની સિફારસથી તેને છૂટકો છતાં આગ્રા જઈ ફિચ્ચે મેગલ દરબારમાં અકબર બાદશાહની મુલાકાત લીધી. ત્યાંથી બ્રહ્મ * સ્ટીફનના આ ખ્રિસ્તી પુરાણ ઉપર હાલના સબજજ મી. જે. એ. સાલ્ડાના બી. એ. એલએલ. બી. એ વાંચેલે નિબંધ Bombay Catholic Examiner, 1903, માં છપાયે છે તે ઉપરથી આ હકીકત લીધી છે. કવિતા અંગ્રેજી લિપિમાં લખેલી મળી છે.