________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 217 સ્થપાઈ નહીં. સને ૧પ૯૭ માં કેપ્ટન બેન્જામીન વુડ (Captain Benjamin Wood) ને આખો કાફલે ડુબી જવાથી અંગ્રેજ લકે વિશેષ ગભરાઈ ગયા હતા. છતાં વલંદાઓ ઇંગ્લંડમાંથી વહાણો ખરીદ કરે છે એ વાત સાંભળી તેઓ શરમદા પડયા, અને સને 1589 માં સઘળા વેપારીઓએ પોતપોતાનામાં વર્ગણ કરી ત્રણ લાખ રૂપીઆ એકઠા કર્યા, અને અમારા દેશની આબરૂ રાખી વેપારની વૃદ્ધિ કરવા” રાણીને વિનંતિ કરી. આ વિનંતિના ફળરૂપે અંગ્રેજ ઈસ્ટ ઈનડીઆ કંપની હસ્તીમાં આવી. 6. કંપનીની સભાની પહેલી બેઠક (તા. 24 સપ્ટેમ્બર ૧૫૯૯)-કંપની સ્થાપન કરવાને વેપારીઓએ ઠરાવ કર્યો છતાં તે પ્રમાણે અમલ કરવામાં અનેક અડચણ ઉભી થઈ હતી. કંપનીની વ્યવસ્થા કેવા પ્રકારની રાખવી એ સૌથી અગત્યનો પ્રશ્ન હતો. અત્યાર પહેલાં જે બે પ્રજાએ એશિયાના વેપારમાં ઝોકાવ્યું હતું તેની કામ કરવાની રીત કંઈ જુદા જ પ્રકારની હતી. પોર્ટુગીઝ લેકેને વેપાર સઘળે સરકારના તાબામાં હતું એટલે શરૂઆતનાં રાજ્ય સ્થાપના વગેરેના કામમાં જોકે તેઓ એકદમ આગળ પડયા તોપણ તેમની પદ્ધતિના અનેક દોષોને લીધે તેમને કેટલું અને કેવું નુકસાન થયું તે આપણે ઉપર જોઈ ગયા છીએ. વલંદા લેકેએ વેપાર બાબતની સઘળી સત્તા પિતાના હાથમાં રાખી હતી, પણ તેમની કંપનીના કામકાજ ઉપર વલંદા સરકારની દેખરેખ હેવાથી તેને સઘળા પ્રકારને ટેકે મળતો. ગમે તે દેશ સાથે યુદ્ધ કિંવા તહ કરવાની, ગમે ત્યાં વસાહત સ્થાપવાની, કિલા વગેરે બાંધવાની તથા સિક્કા પાડવાની સત્તા વલંદા કંપનીને આપવામાં આવી હતી. પરંતુ તેને હિસાબ તપાસી તેની પાસેથી જકાત લેવાને અધિકાર વલંદા સરકારે પિતાની પાસે રાખ્યું હતું. સરકારની સત્તા અને ખાનગી સંસ્થાની યોગ્ય વ્યવસ્થા એ બેઉ તત્વના અરસપરસ સંધાનથી વલંદા કંપનીને ઉત્કર્ષ થયે હતા. એ કંપની જેકે અંગ્રેજ કંપની કરતાં બે વર્ષ પછી સ્થાપના થઈ તેપણું બેઉનાં બંધારણ ઘણુ બાબતમાં મળતાં આવે છે. વલંદા લેકેની પદ્ધતિ સ્વીકારવાની તે વેળા ઈગ્લેંડની પરિસ્થિતિ નહોતી. લિવેંટ કંપનીના વેપારીઓ