________________ 202 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. આફ્રિકાના દક્ષિણ છેડાની પ્રદક્ષિણા કરી તા. 8 મી સપ્ટેમ્બરે તેઓ પેન પહોંચ્યા. મૅગેલનની સાથે ઉપડેલાં પાંચ વહાણે પૈકી વિકટેરીઆ નામનું એકજ વહાણ પૃથ્વીની આ પહેલી પ્રદક્ષિણા કરી પેન પાછું આવ્યું. એ વહાણ અદ્યાપિ એક નવાઈ તરીકે જાળવી રાખવામાં આવ્યું છે. મૅગેલનની આ સફરને લીધે પૃથ્વીના ગોળાકાર વિશે તેમજ તેના એકંદર વિસ્તાર વિશે યુરેપના લેકેને કંઈક ભાન થયું, અને રાજપુત્ર હેનરીએ ઉપાડેલું કામ પાર પડયું. દક્ષિણ અમેરિકાના છેડા ઉપરની સામુધ્ધની હજીપણું મૅગેલનની સામુદ્રધુનીને નામે ઓળખાય છે. પિપના હુકમ અન્વય પોર્ટુગીઝને મળેલું નવીન પ્રદેશનું સ્વામિત્વ સુમારે સો વર્ષ લગી ટકી રહ્યું. એ મુદતમાં એટલે સોળમા સૈકાના અંત લગી પિપના ફરમાન વિરૂદ્ધ વર્તન કરવાની યુરોપિયન રાજ્યની છાતી ચાલી નહીં. પ્રોટેસ્ટંટ ધર્મની સ્થાપના બરાબર થઈ નહીં હતી અને સ્પેનની સત્તા અપરિમિત હતી, ત્યાં સુધી એવી હિંમત કરનાર કઈ હતું નહીં, એટલે પપના હુકમ વિરૂદ્ધ કંઇ પણ આચરણ ન કરતાં વેપાર વધારવાના માર્ગ શોધી કહાડવાના હેતુથી જ અંગ્રેજોએ પિતાના શરૂઆતના પ્રયત્ન કર્યા હતા. નિશિઅન વેપારીઓ મુસલમાનોને મદદ કરી ખુશ્કીને માર્ગે પોર્ટુગીઝ લેકના વેપારમાં આડખીલી નાખતા એ આપણે ઉપર જોયું છે. સને 1521 માં પેન તરફથી મૅગેલને પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને તેની ગેળાકૃતિ વિશે લેકેની ખાતરી કરી ત્યારે પપના હુકમનું ઉલ્લંઘન કર્યા સિવાય પશ્ચિમ દિશામાં પ્રવાસ કરતાં ગમે તે મુલકમાં સ્પેનને લેકેને જવાની સગવડ મળી. આથી સ્પેન તથા પિોર્ટુગલ વચ્ચે મસાલાને બેટ વાસ્તે ઘણો ઝનુની ટંટે થયો. એ તકરારને અંત આણવા અને 1529 માં બન્ને દેશોએ સારાગોઝામાં તહ કરી એવું ઠરાવ્યું કે પોર્ટુગલે સ્પેનના રાજાને સત્તર લાખ રૂપીઆ આપવાના બદલામાં સ્પેને મસાલાના બેટ ઉપરને પિતાને હક છેડી દે. આ બાબત યુરોપમાં કલહ ઉત્પન્ન ન થાય એટલા માટે ઈંગ્લંડના આઠમા હેનરી રાજાને આ કેલકરારમાં સામેલ કરવામાં આવ્યો હતો.