________________ 208 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ત્યાં ગ્ય વ્યવસ્થા ન થવાથી તેને પાછા આવવું પડ્યું. ફરીથી સને ૧૫૮૩માં તેજ ઠેકાણે એ ગયે, પરંતુ પુનરપિ અપયશ મળતાં તે પાછા ફરતે હતા તેવામાં રસ્તામાં વહાણ ભાંગી જવાથી તે ઉપરનાં સઘળાં માણસે સહિત તે દરીઆમાં ડુબી જઈ મરણ પામે. ગિલ્બર્ટ “અંગ્રેજ વસાહતને પિતા' કહેવાય છે. એની પછી સર ઑલ્ટર રાલેએ એ કામ ઉપાડી લીધું. તેણે સને 1584 માં અમેરિકાના એક ઘણું ફળદ્રુપ પ્રદેશ ઉપર પહેલ વહેલું અંગ્રેજ થાણું સ્થાપન કર્યું અને તેને કુમારિકા ઇલિઝાબેથ રાણીના સન્માનાર્થે “વર્જીનિઆ” નામ આપ્યું. આ વસાહત યશસ્વી થતાં ઘણે કાળ નીકળી ગયો. આ જ અરસામાં તંબાકુ અને બટાટા ઈગ્લેંડમાં પ્રથમ રાલે અને હોકિન્સ લાવ્યા એવું કહેવાય છે. આ સિવાય સર રિચર્ડ ગ્રેનવિલ, જૉન ડેવિસ, હેનરી હડસન ઈત્યાદિ ઇંગ્લંડના અનેક બહાદુર વહાણવટીઓએ અસંખ્ય પરાક્રમે કર્યો છે. આ સઘળાથી સ્પેનિશ લેકની સંપૂર્ણ ખાતરી થઈ કે અંગ્રેજે પણ વહાણવટામાં અત્યંત શરા હતા. એમનાં પરાક્રમને પ્રતાપે તેમનાં નામ યુરોપમાં ધીમે ધીમે આગળ આવ્યાં. આ ઉન્નતીનું ઘણુંખરું માન રાણી ઇલિઝાબેથને આપવું જોઈએ. સ્પેનને તેડી પાડવાને મન સાથે નિશ્ચય કરી આ વિલક્ષણ બુદ્ધિવાળી રાણીએ રાષ્ટ્રીય વૃદ્ધિનાં દરેક કામને પિતાને પૂર્ણ ટેકે આ તેથીજ અનેક શૂરવીર પુરૂષ જાહેરમાં આવ્યા. અંતઃકરણમાં ખરી લાગણી હોય તે એકજ માણસ શું કરી શકે છે તે આટલા ઉપરથી વ્યક્ત થાય છે. 4 ફાધર સ્ટીફન (Father Stephen) અને રાલ્ફ ફિચ્ચ (Ralph Fich)–ફિલિપ અને ઇલિઝાબેથ વચ્ચેની તકરારનાં અનેક રૂપાંતરે થતાં હતાં ત્યારે સને 1585 પછીનાં ત્રણ વર્ષમાં જૈન ડેવિસ ત્રણ વખત ઉત્તર તરફ મુસાફરીએ ગયા હતા. સને 1586 માં ટેમસ કેનિશ ઇંગ્લેંડથી નીકળી અમેરિકા થઈ ચીન, મસાલાના બેટે, હિંદુસ્તાન વગેરે ઠેકાણે કિનારે કિનારે ફરી, સ્પેનના તાબાના મુલકમાં બંડ ઉશ્કેરી