________________ પ્રકરણ 8 મું ] ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની સ્થાપના. 27 તથા પુષ્કળ મહત્વની ખબર મેળવી સને 1588 ના સપટેમ્બર મહિનામાં, એટલે સ્પેનિશ આરમારના પરાભવ પછી બે મહિને સ્વદેશ પાછો ફર્યો. ઉત્તરને માર્ગ શોધવાની ખટપટ છેડી દઈ પોર્ટુગીઝને જ રસ્તે વેપાર ચલાવવાનું અંગ્રેજોના મન ઉપર પ્રથમ ઠસાવનાર કેન્ડિશ હતો. ઇંગ્લંડમાં આ વખતે મોટાં મોટાં જહાજે તૈયાર થતાં હતાં, પણ તેને ઉપયોગ ન થવાથી તે નકામાં પડી રહ્યાં હતાં. નવાં વસાહત સ્થાપવા માટે અંગ્રેજો પાસે જોઈએ તેવી જગ્યા નહતી, કેમકે પિપના હુકમ અન્વયે નવા શોધી કહેડાયેલા મુલકના એકલા માલિક સ્પેન અને પોર્ટુગલનાં રાજ્ય હતાં. ઈંગ્લંડનાં વહાણે આમસ્ટમ લગી જતાં પણ વિચિતજ ભૂમધ્ય સમુદ્રની પૂર્વ હદ સુધી તેઓ પ્રવાસ કરતાં. એમ છતાં પૂર્વ તરફના મસાલા, બનારસનું ઉંચું કાપડ, ઈરાનનું રેશમ, ગેવળકન્ડાના હીરા વગેરે માલ જર્મની તથા હેલેન્ડનાં બંદરોમાંથી ઈગ્લેંડ આવતું હતું. સને 1586 માં સ્પેનના ફિલિપ રાજાએ હોલેન્ડના એન્ટવર્પ શહેરને નાશ કર્યો ત્યારે ત્યાંના વેપારીઓ ઈગ્લેંડ આવી રહ્યા. એ દેશના વણકરો પુષ્કળ માલ તૈયાર કરતા, પણ પરદેશમાં તેને ઉપાડ ન થવાથી તે સઘળો પડી રહે, અને અંગ્રેજ ખલાસીઓ આળસાઈમાં નિશ્ચિંત બેસી રહેતા. ઈગ્લંડની આવી સ્થિતિ હતી ત્યારે કેન્ડિશ પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછો આવ્યો. તેની તરફથી પૂર્વના વેપારની ભરોસાલાયક હકીકત મળતાં લંડનના મુખ્ય મુખ્ય વેપારીઓએ કૅવેન્ડિશની સહાયથી એક અરજી રાણી ઇલિઝાબેથને સાદર કરી. તેના ઉપર ઘણી તકરાર તથા ચર્ચ થયા પછી આખરે પૂર્વના વેપાર માટે સફર કરવાની રાણીએ પરવાનગી આપી, અને તેના ખર્ચ માટે વર્ગણી કરી નાણું ભેગું કરવામાં આવ્યું. આ પ્રમાણે લંડનના સાહસિક વેપારીઓએ કૅપ્ટન રેમંડના ઉપરીપણું હેઠળ ત્રણ વહાણ સને 1591 માં પૂર્વ તરફ રવાના કર્યા. પણ યુરોપની અન્ય પ્રજાને ઈગ્લેંડના વેપારીઓનું આ કામ રૂટ્યું નહીં. વલંદા, કેન્ચ, સ્પેનિશ તથા પોર્ટુગીઝ લેકે ઈગ્લંડની મજાક કરવા લાગ્યા, કેમકે તેમના મત પ્રમાણે અંગ્રેજો દરીઆ ઉપર બીલકુલ ઉપગના હતા નહીં.