________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 27 કર્યું, અને 1576 માં બે જહાજ લઈ તે ઉત્તર ધ્રુવ તરફ જવા નીકળે.' પણ લેબ્રેડરની અગાડી બરફવાળા બેટમાં પુષ્કળ દિવસ ગુમાવી નાસીપાસ થઈ તેને પાછા ફરવું પડ્યું. અહીંથી તે કેટલાક સેનાના પથરા લાવ્યા હતા તે જોઈ લેકોના મોડામાં પાણી છૂટયું એટલે બીજે જ વર્ષે તેઓએ કૅબિશરને નવા પ્રદેશને કબજે લેવા માટેની સઘળી તૈયારી કરી આપી ફરીથી ઉત્તર તરફ મોકલ્યો. પહેલાંની માફક આ સફર પણ નિષ્ફળ ગઈ છતાં લેકેની સેનાચાંદીનાં ગચી મેળવવાની ઉત્કંઠા શાન્ત પડી નહીં. સને 1583 માં કૅબિશરે આણેલા સઘળા પથરામાંથી એક હોંશીઆર કારીગરે સોનું છૂટું પાડયું તે તે ત્રણ વાલ જેટલું પણ નીકળ્યું નહીં. આથી કૅબિશર તથા તેના અનુયાયીઓની સઘળી આશા ભાંગી પડી, અને ત્રણ સફર મળી ખર્ચાયેલા ત્રણ લાખ રૂપિઆ પાણીમાં ગયા. કૅબિશરે પિતાની જાત હિમત ઉપર આ કામ ઉપાડયું હતું પણ તેની સઘળી મહેનત વ્યર્થ જતાં તેના ઉપર અનિવાર્ય સંકટ આવી પડયું. તેને અન્ન તથા દાંત વચ્ચે વેર પડયું; તેના માગનારાઓ તથા તેની સ્ત્રી અને પંદર છોકરાંઓની અવદશા થઈ. સર્વ લેકાએ તેની સામે પૈસા માટે ફરીઆદ કરવાથી તેને 35 વર્ષ કેદખાનું ભોગવવું પડયું. આ પ્રમાણે વાયવ્ય દિશા તરફને રસ્તો શોધવાના અનેક પ્રયત્ન નિષ્ફળ ગયા. સર હંકી ગિલ્બર્ટ (Sir Humphrey Gilbert) તથા સર ઑલ્ટર રાલે (Sir Walter Raleigh), એ બેઉ ડેવનશાયર પ્રાંતમાં રહેતા સાવકા ભાઈ હતા. ઇંગ્લંડમાં ઉત્કૃષ્ટ વહાણવટીઓ હોવા છતાં ત્યાંના લોકો કેવળ લૂટારાને માર્ગ અંગીકાર કરી, બીજા દેશોના રહેવાસી પેઠે નવી શોધ કરે નહીં, તથા નવા પ્રદેશ શોધે નહીં એ બાબત તેમને અત્યંત દુઃખ ઉપજવાથી અમેરિકામાં અંગ્રેજી વસાહત સ્થાપવા માટે તેઓએ રાણી ઇલિઝાબેથને સલાહ આપી. પ્રથમ એ સલાહ તેને પસંદ પડી નહીં કેમકે તે પ્રમાણે અમલ કરતાં દેશમાં પૈસે ન આવતાં ઉલટો ખર્ચ થઈ જાય એમ તેને લાગ્યું. એમ છતાં સને 1578 માં ગિલ્બર્ટ અગીઆર વહાણ તથા પાંચસો માણસે લઈ ન્યૂફાઉન્ડલેન્ડ ગયે, પણ