________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ડેક જે કઈ દ્રવ્ય લાવ્યું હતું તે સઘળું તેણે રાણું ઇલિઝાબેથને ભેટ કરી દીધું. મેંગેલનનાં “વિકટેરીઆ'ની માફક ડ્રેકનું “પેલીકન” જહાજ અદ્યાપિ સંગ્રહસ્થાનમાં છે. “અજાણ્યા ભૂપ્રદેશના આ અથંગ ચોરને રાણીએ “સરને કિતાબ આપે. ડ્રેકના આ સાહસને લીધે સ્પેનને ઐશ્વર્યભાનુ પશ્ચિમ તરફ ઉતરવા લાગ્યા. સ્પેનને રાજા ફિલિપ આ અપમાન મુંગે મહેડે સહન કરે તે નહોતો. પિતે ઉપાડેલાં કામની પુષ્ટિમાં રાણી ઇલિઝાબેથે તેની સાથે એવી તકરાર ઉઠાવી કે હવા અને પાણી પરમેશ્વરે મનુષ્યના ઉપયોગ માટે નિર્માણ કરેલાં હોવાથી બીજાઓને તેને ઉપભેગ કરતાં અટકાવવાને કોઈને પણ હક નથી. આવી તકરાર ફિલિપને રૂચિકર ન થવાથી તેણે પિતાની સઘળી દેલત વ્યય કરી ઇંગ્લંડ જીતવા માટે એક પ્રચંડ કાલે તૈયાર કર્યો. તેમાં તેણે એટલી બધી યુદ્ધ સામગ્રી ભરી હતી કે તેને અછત કાલે” ( Invincible Armada) કહેવામાં આવતું. સને 1588 ના જુલાઈ માસમાં આ કાફલો ઇગ્લિશ ચેનલમાં દાખલ થતાં કંઈક અંગ્રેજ ખલાસીઓની યુક્તિ પ્રયુક્તિને લીધે, તથા કંઈક ભયંકર તેફાનને લીધે તેને સંપૂર્ણ નાશ થયો, સ્પેનના હજારે લેક મૃત્યુ વશ થયા, અને તેના આખા આરમારના ચૂરેચૂરા થઈ ગયા. વાસ્તવિક રીતે અહીંથી જ સ્પેનની પડતીને આરંભ થયેલે કહી શકાય. માર્ટિન ફૅબિશર ( Martin Frobisher)--ઈગ્લેંડના આ પ્રસિદ્ધ ખલાસીને જન્મ સને 1535 માં થયો હતો. એનું સઘળું આયુષ્ય દરીઆ ઉપરજ વ્યય થયું હતું. કેબ અને વિલેબીની માફક એ પણ વાયવ્ય દિશા તરફથી હિંદુસ્તાન જવાને જળમાર્ગ શોધી કહાડવાની ધુનમાં ઘસડાઈ ગયો હતો. આ નજદીકનો રસ્તો જડતાં હિંદુસ્તાનની ધન સંપત્તિ પિતાના હાથમાં લેવાની તેની મનોકામના હતી. ડેકની પેઠે ચાર કરી લુટારા તરીકે નામ કહાડવાનું તેને પસંદ ન હોવાથી ગમે તેવી નવી શોધ કરી કોલમ્બસના જેવી કીર્તિ મેળવવા તે મથતું હતું. આથી લેકે તેને “મૂર્ખને સરદાર કહેતા. પુષ્કળ મહેનત કરી તેણે કેટલુંક નાણું એકઠું