________________ 204 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કાસ્પિઅન સમુદ્ર ઉપર ચાંચીઆને તથા વૈલિગા નદી ઉપર લૂટારૂ તારને તેને અતિશય ત્રાસ નડવાથી આ વાયવ્ય કોણના માર્ગથી અંગ્રેજોને એકંદર કંઈ પણ ફાયદે મળે નહીં. 3 ઈલિઝાબેથ રાણુને બહાદુર વહાણવટીઓ –સને 1553 થી 1558 સુધી ઈગ્લેંડની ગાદી ઉપર રાણી મેરી હતી. તે કેર્થોલિક પંથની હતી, અને તેનાં લગ્ન સ્પેનના ફિલિપ રાજા સાથે થયાં હતાં. પિતાના ધણીની મદદથી ઈંગ્લંડમાં કેલિક પંથ પુનઃ સ્થાપવાને રાણી મેરીને વિચાર હતું, પરંતુ સને 1558 માં થયેલાં તેનાં મરણથી મહાન યોજના પડી ભાંગી. એની પછી રાણી ઇલિઝાબેથ ગાદી ઉપર આવી, અને ઈંગ્લંડના ઇતિહાસને જુદા જ પ્રકારનું વલણ મળ્યું. ઈલિઝાબેથને પેટેસ્ટંટ ધર્મનું અનહદ અભિમાન હતું, અને સ્પેનનું ઐશ્વર્ય જોઈ તેને અતિશય વૈશમ્ય લાગ્યું હતું. ધર્મને બચાવ કરવા માટે તથા વેપારને ઉત્તેજન આપી સંપત્તિ મેળવવા માટે સ્પેનની સાથે ખુલ્લી રીતે બહાર પડવું એ જોખમ ભર્યું હતું એમ તેની ખાતરી હોવાથી તેણે પોતે ઇંગ્લંડની પ્રજાને સ્વાવલંબનને માર્ગ બતાવ્યું. રાણી તરફનું પ્રેત્સાહન મળતાંજ ડેક, હોકિન્સ, કૅબિશર, ગિલ્બર્ટ, વગેરે અનેક નામાંકિત વહાણવટીઓ એકદમ પ્રસિદ્ધિમાં આવ્યા, અને દરીઆ ઉપર બહાદુરીનાં કામ કરવા લાગ્યા. ઈંગ્લંડની દરીઆઈ શક્તિનો આરંભ આ સમયે થ એમ યોગ્ય રીતે કહી શકાય. સર કાસિસ ડેક (Sir Francis Drake) નું નામ ઇંગ્લંડના વહાણવટીઓમાં અગ્રગણ્ય છે. આ અને બીજા પ્રખ્યાત વહાણવટીઓ ડેવનશાયર પ્રાંતના વતની હતા. ડેક નાનો હતો ત્યારથી હોલેન્ડ લગી સફરે જતે એટલે તે દેશમાં સ્પેને ચલાવેલા કેરની ખરી હકીકત તેને મળી હતી, અને તે ઉપરથી તે દેશને વેપાર છીનવી લેવા તેણે નિશ્ચય કર્યો હતો. સને 1567 માં જૈન હોકિન્સ અને ડેક થોડાંક વહાણ લઈ અમેરિકા ગયા, ત્યાંથી સોનું, ચાંદી, રત્ન વગેરે લઈ પાછા આવતાં રસ્તામાં સ્પેનના જહાજે તેમને લૂટયા, એટલે એ બેઉ જણ પિતાને જીવ બચાવી મહા મહેનતે સ્વદેશ પાછા ફર્યા. સ્પેનિશ લેકેને તેઓએ હાથ બતાવ્યાથી