________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 201 નહીં. તેની પાસેની અન્ન સામગ્રી ખુટી જતાં માણસને ચામડાનાં દોરડાં કરડી તેને રસ ગળવાનો વખત આવ્યો. આવાં કષ્ટ વેઠી તે એક સાંકડી સામુદ્રધુનીમાં દાખલ થયો. જમણે હાથ ઉપરને જમીનને ખુણે ઓળંગી આગળ જતાં તા. 28 નવેમ્બર ૧૫ર૦ ને દિવસે તેણે એક મેરા શાંત સમુદ્રમાં પ્રવેશ કર્યો. આટલે વખત તોફાન વગેરે સહન કર્યા પછી એક શાંત દરીઓ મૅગેલનને હાથ લાગવાથી તેણે તેનું નામ પૅસિફિક મહાસાગર આપ્યું. હવે મૅગેલન પાસે ફકત ત્રણજ વહાણ રહ્યાં હતાં, તે લઈ કંઈક ઉત્તર તરફ જઈ ફરીથી તેણે પશ્ચિમ તરફ કૂચ કરી. અઠવાડીઆનાં અઠવાડીઓ અને મહિના પછી મહિના નીકળી ગયા તે પણ તેને જમીન હાથ લાગી નહીં. ચામડાં પાણીમાં પલાળી તે ખાવાની તેને અને તેનાં માણસોને જરૂર પડી. ભુખમરાથી કેટલાંક માણસ મરણ પામ્યાં, છતાં મૅગેલન પિતાના વિચારમાંથી ડગે નહીં. અટ્ટાણું દિવસ પછી તે એક બેટ ઉપર આવી પહોંચ્યો ત્યાં એને તાજાં ફળ તેમજ શાકભાજી મળ્યાં. દસ દિવસની વિશ્રાંતિ બાદ આગળ જતાં રસ્તામાં તેણે બીજા કેટલાક બેટ જોયા, અને તે સ્પેનના રાજાને નામે મૅગેલને પિતાના તાબામાં લીધા. તે વેળાના છ વર્ષના સ્પેનના રાજા ફિલિપના નામ ઉપરથી આ ટાપુઓનું નામ ફિલિપાઈન આઈલન્ડસ પડયું. આ બેટમાં મૅગેલને ચીનાઈ વેપારીઓને મસાલે વગેરે લઈને આવેલા જોયા તે ઉપરથી તેની ખાતરી થઈ કે મસાલાના બેટો હવે નજદીકજ હોવા જોઈએ. મેંગેલન પોતે કંઈ થડે ઉદ્દેગી તથા સંકટ હરી લેનાર નહોતો. આવી મુસાફરીમાં પણ તે પારકાં રાજ્ય લઈ લેવાનું તથા ત્યાંના લેકેને વટલાવી ખ્રિસ્તી કરવાનું કામ કરવા લાગે. એક રાજા પાસે તેણે પેન તરફથી ખંડણી માંગી પણ તે ન મળવાથી 48 માણસે લઈ મૅગેલન કિનારે ઉતર્યો. તેના ઉપર હજારો લેકે ભાલા લઈ ધસી આવ્યા, અને થયેલી ઝપાઝપીમાં લડતાં મૅગેલના માર્યો ગયો (તા. 27 એપ્રિલ સને ૧૫ર૧). એના બે સાથીદાર સેરાને તથા બાઝા ત્યાંથી નીકળી બેનિઓ થઈ એજ વર્ષના નવેમ્બર માસમાં મલાક્કાના મસાલાના ટાપુ આગળ આવી પહોંચ્યા. ત્યાંથી હિંદુસ્તાનના તથા