________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 199 તે ઘણી ચમત્કારિક રીતે તેમના જેવામાં આવ્યો. પંદરમા સૈકાના આરંભથી અમેરિકા ખંડ માટેની ચર્ચા યુરેપમાં શરૂ થઈ હતી, અને એક પછી એક હજાર વહાણ તે તરફ જવા લાગ્યાં હતાં. એક વેળા પેન દેશમાંથી કેટલાક લેકે હેટી બેટમાં વસાહત કરવા માટે ગયા. તેઓ માને બાબેઆ નામને ગૃહસ્થ ત્યાં ગયા પછી થોડા વખતમાં કરજદાર થયો. કરજદાર માણસને દેશમાંથી બહાર જવા દેવા નહીં એવો સ્પેનને કાયદો હોવાથી બાબઆ હેટી બેટની બહાર નીકળી શક્યો નહીં, ત્યારે એક વહાણ ઉપરના ખાલી પીપમાં ભરાઈ બેસી તે ત્યાંથી છટકી ગયે. ભાદરીએ ગયા પછી તે પકડાયો, પણ થોડા દિવસ પછી વહાણ ખડક સાથે અથડાઈ ભાંગી ગયું. આ મુશ્કેલ પ્રસંગે બાબેઆને સાહસિક અને ઉછાંછળો સ્વભાવ તેને ઘણું કામ લાગે. વહાણમાંથી બચેલા લેકેને તે ડેરિઅન નજીક પનામાની સંગિભૂમીના લાંબા કટકા ઉપર આવેલા એક જંગલી લેકના ગામમાં લાવ્યો. અહીં સઘળાઓ વસાહત કરી રહ્યા, અને બાબે તેમને મુખી થયો. એમણે એ મુલકના અસલી રહેવાસીઓ સાથે મિત્રાચારી કરી, સેનાની ખાણ ખોદી તથા બીજું કામ કરી પિતાને નિર્વાહ કર્યો, અને આસપાસના પ્રદેશની શોધ કરવા માંડી. એક દિવસ સ્પેનના બે ગૃહસ્થ સેનું વહેંચી લેતાં લડી પડયા ત્યારે દેશી સેકોના સરદારે તેમને કહ્યું કે “આટલા સેના માટે શું કામ લડે છે ? જે તમારે તેનું જ જોઈતું હોય તે અહીંથી જે દક્ષિણમાં એક મોટો દેશ છે ત્યાં જઈ જોઈએ તેટલું લે. દક્ષિણ બાજુએ એક મેટે દરીઓ આવે છે ત્યાંથી વહાણમાં બેસી એ સુવર્ણમય (53) દેશમાં તમારાથી જવાશે'. દક્ષિણે સમુદ્ર છે એવું સાંભળતાં બાબોઆને અચંબો લાગ્યો. તરતજ કેટલાંક માણસને સાથે લઈ તે નીકળે, અને માર્ગમાં આવતી ઉંચા પર્વતોની હાર ઉપર ઘણી મહેનતથી તે ચો. શિખર ઉપર પહોંચતાં તેની નજરે એક પ્રચંડ મહાસાગર પડે તે સમયે તેને ઉપજેલા અચંબાનું વર્ણન કરવું અશકય છે. ત્યાં ઘૂંટણીએ પડી બાઆએ ઈશ્વરની પ્રાર્થના કરી, અને તે જગ્યાએ પથ્થરને