________________ 200 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ક્રોસ ઉભો કરી તે પ્રદેશ સ્પેનના રાજાના નામથી પિતાના તાબામાં લીધે. પછી બીજી તરફથી નીચે ઉતરી ખુલ્લી તલવાર લઈ કમરપુર પાણીમાં ઉભા રહી મહાસાગર ઉપર પોતાની સત્તા બેસાડી. આ બનાવ તા. 13 મી સપટેમ્બર 1513 ને દીને થયો. આ શોધને પરિણામે અમેરિકા એક સ્વતંત્ર ખંડ છે, તેની પશ્ચિમે એક મોટો મહાસાગર છે અને તેની પેલી બાજાએ એશિયા ખંડ આવેલું છે એ સઘળું સિદ્ધ થયું. એજ વર્ષમાં સેલિસ નામને એક વહાણવટી શોધ કરતાં રિઓ પ્લેટા નદીમાં દાખલ થઈ ઉપર મુલક જોવા માટે આગળ ગયે, પણ ત્યાંના રહેવાસીઓ એને અને તેના આઠ સાથીઓને કાપી શેકીને ખાઈ ગયા એટલે એ તરફ આગળ વધવાની કોઈની હિંમત ચાલી નહીં. 2. પહેલી પૃથ્વી પ્રદક્ષિણા-મૅગેલન નામના એક પોર્ટુગીઝ ખલાસી આબુક સાથે ગેરવા જઈ ત્યાંથી પૂર્વ તરફના દ્વીપસમૂહમાં પ્રવાસે ફરતો હતો. એ વેળા દેશીઓ સાથે તકરાર થતાં અનેકવાર એણે પિતાની બહાદુરી બતાવી હતી. અહીંથી પર્ટુગલ પાછા ફર્યા પછી તેને લાગ્યું કે જે આપણે પશ્ચિમ દિશામાં આગળ ચાલ્યા જઈએ તો પૂર્વના બેટમાં અવશ્ય પહોંચીએ, કેમકે આટલાંટિક મહાસાગરમાંથી હિંદી મહાસાગરમાં ઉતરવાને કેથેપણ જળમાર્ગ હશે. આ વિચાર પાર પાડવામાં પિર્ટુગલના રાજાએ તેને મદદ કરવા ના પાડી, ત્યારે સ્પેનના રાજાની મદદથી ‘તા. 20 મી સપ્ટેમ્બર 1518 ને રેજે ભાગેલાં ટુટેલાં પાંચ વહાણ તથા 280 માણસે લઈ મેગેલન નીકળે. ત્રણ મહિને બ્રાઝિલ પહોંચ્યા પછી સાથેનાં માણસોએ ઉઠાવેલું બંડ ઘણું ધર્યથી દાબી દઈ તે આગળ વધ્યો. જતાં રસ્તામાં લાફેટા નદીના મુખ આગળ તેણે ધાર્યું કે કદાચ એ નદી મારફતે બીજી તરફ નીકળવાનો માર્ગ હશે. થોડુંક ગયા પછી તેને જણાયું કે આ કંઈ સમુદ્ર નથી પણ નદી છે ત્યારે તે પાછો ફર્યો, અને દક્ષિણ તરફ ચાલ્યો. બાબેઆએ શેાધી કહાડેલા દરીઆમાં દાખલ થવાને તેને વિચાર હતો, એટલે તેજ દિશામાં એણે ચાલ્યા કર્યું. આગળ જતાં ઠંડી ઘણી લાગી, અને વધારે લાંબી મુસાફરી કરવાની કોઈએ હિમત કરી