________________ પ્રકરણ 8 મું. ] ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. 197 પ્રદેશને પત્તો લાગ્યો નહીં. કપર્નિકસ વગેરે અનેક વિદ્વાન શોધકોને પૃથ્વી ગોળાકાર હોવા વિશેને મત જનસમૂહમાં ખરે મનાતે નહીં. વાસ્કે ડ ગામાને હિંદુસ્તાન આવવાનો સમુદ્ર માર્ગ મળે તે પણ પૃથ્વી ગોળ છે એમ સિદ્ધ થયું નહીં. માત્ર એશિયાના વેપારના લેભમાં પૂર્વ તરફના મસાલાના બેટે પિતાના તાબામાં લેવા અનેક યુરેપિયન પ્રજાને ઉત્કંઠા થઈ. સને 1505 માં પેન દરબારમાં એ બેટે શેધી કહાડવા માટે થયેલી ગોઠવણ મુજબ નીકળેલાં વહાણે દક્ષિણ અમેરિકાનો કેટલેક કિનારે ધી પેન પાછાં ફર્યો. ઇંગ્લંડમાં પણ આ પ્રયત્ન શરૂ થવાથી સાતમા હેનરીએ પોતાના ખલાસીઓને સફરે નીકળવાની સનદ આપી, અને પિર્ટુગીઝ સાથે કંઈ પણ કંટામાં નહીં ઉતરવા તાકીદ કરી. કેલિમ્બસે શોધી કહાડેલા ક્યુબાના ટાપુને કિનારો જાપાનને પૂર્વ ભાગ હશે એવું અંગ્રેજો સમજતા હોવાથી તેઓએ યુરેપના વાયવ્ય ખુણે તરફથી દરીઆ માર્ગે હિંદુસ્તાન જવાની મહેનત કરી. પૃથ્વી ઉપર નહીં જણાયેલો પ્રદેશ પેન તથા પિોર્ટુગલનાં રાજ્યોમાં વહેંચી આપનારાં પિપનાં ફરમાનમાં પૂર્વ અને પશ્ચિમ એ શબ્દો અનેક વેળા વપરાયેલા હતા, પણ તેમાં ઉત્તર દિશા માટે કંઈ પણ કહેલું ન હોવાથી એ બાજુએથી હિંદુસ્તાન જવામાં પિપના હુકમનો અનાદર થશે નહીં, તેમજ પિતાનું કામ સરશે એવું અંગ્રેજ ખલાસીઓ ધારતા. આ સમયે બ્રિસ્ટલ શહેર ઘણું આબાદ હતું, અને દરિયાવર્ધાના કામમાં ત્યાંના વેપારીઓ તથા અન્ય ખલાસીઓ અગ્રગણીય હતા. એમાંના કેબો (Cabot) નામના બે અગ્રેસર વેપારીએને સને 1497 માં સાતમા હેનરીએ મદદ કરી હિંદુસ્તાનને માર્ગ ધી કહાડવા મોકલ્યા. જન કે નોઆને વેપારી હતા, અને લિમ્બનથી મકા લગી મુસાફરી કર્યા બાદ ઇંગ્લંડમાં આવી રહ્યો હતે. હેનરી રાજાના હુકમ અન્વય એ પિતાના છોકરા સબશ્ચિયન સાથે એક વહાણ તથા અરાડ ખલાસી લઈ બ્રિસ્ટલથી નીકળ્યો. એક મહિને ન્યૂફાઉન્ડલેન્ડના કિનારા ઉપર પહોંચતાં તેને લાગ્યું કે તે ચીનને કિનારે આવ્યો હતે. અહીંથી પાછા ફરી કેબેએ પિતાની હકીકત રાજાને નિવેદન કરી, ત્યારે