________________ 196 ' હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. વસાહતનો કાફલાના કરે પણ છ પ્રકારના હતા. અને તેમના પગાર વગેરે લગભગ ઉપરના જેવા જ હતા. પાદરી બે જાતના હતા -એક આજારી માણસોને શુભ્રષક–તેને પગાર ઉપર કહેલા એસિસ્ટંટ જેટલો હતો. અને બીજો પ્રાર્થના કરનાર, તેને પગાર અપર મર્ચટ જેટલે હતો. શસ્ત્રવઘ (સર્જન) ને અપર મચી જેટલું પગાર મળતો. પ્રકરણ 8 મું. ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની સ્થાપના. સને 1600. 1. અમેરિકા અને પેસિફિક મહા- 2. પહેલી પૃથ્વી પ્રદક્ષિણે. સાગરની શોધ. 3. ઇલિઝાબેથ રાણુને બહાદુર 4. ફાધર સ્ટીફન અને રાલ્ફ ફિચ્ચ. વહાણવટીઓ. 5. કંપની સ્થાપવાને ઉપક્રમ. 6. કંપનીની સભાની પહેલી બેઠક 7. કંપની માટે સનદ મેળવવાની ખટપટ. 8. આ બાબત છુટ વિચાર, 1, અમેરિકા અને પેસિફિક મહાસાગરની શેધ-પંદરમાં સૈકામાં યુરોપમાં અનેક મહત્વના બના બન્યા હતા. કન્ટેન્ટીને પલ તુર્ક લેકેના હાથમાં જવાથી ત્યાંના ગ્રીક તથા લૅટિન પંડિતે પશ્ચિમ તરફના દેશમાં આવ્યા તે અરસામાં છાપવાની કળા શોધી કહાડવામાં આવેલી હોવાથી વિદ્યાને પુનર્જીવન મળ્યું, અને યુરોપમાં એક નવીજ જાગૃતિ ઉત્પન્ન થઈ. સઘળા વિષયોમાં નવા વિચારે તથા નવી શોધ થવા લાગી. નૌકાશાસ્ત્રમાં પોર્ટુગીઝ કેટલા આગળ વધ્યા હતા તે પાછલાં પ્રકરણમાં આપણે જોયું છે. કોલમ્બસે આટલાંટિક મહાસાગરમાં અનેક સફરે કરી પણ તેને અમેરિકાના કિનારાની પાસેના બેટે સિવાય મુખ્ય