________________ 192 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પછી બીજાં યુરોપિયન રાજેએ તેને લાભ લીધે અને તે પ્રમાણે વર્તન ચલાવતાં તેઓ પાશ્ચાત્ય લેકે તરફ કેવળ અંધ બની ગયા. આને દાખલો યુરોપમાં થયેલાં ત્રીસ વર્ષના યુદ્ધમાં પ્રત્યક્ષ દેખાઈ આવે છે. પૂર્વ સમુદ્રમાં જે યુરેપિયન પ્રજાઓ દાખલ થઈ હતી તેમાંથી માત્ર વલંદાઓએજ નિયમિત તથા વ્યવસ્થિતપણે કામ કર્યું હતું. પૂર્વના વેપારમાં આખા રાજ્યને ફાયદે હતે એવું એજ લેકે ગણુતા, અને તેથી કરીને જ સ્વાર્થત્યાગ કરી અથવા ગમે તેટલે અન્યાય કરી તે ઉપર ઢાંક પીછેડે કરવા તેઓ તૈયાર હતા. આ ધારણ અંગ્રેજ પ્રજાએ ઉંચકી લીધું નહીં. તેમના દેશની કંપની જીવે છે કે મરી ગઈ તેની પાર્લામેન્ટને પરવા નહોતી, એટલે કે એના જેવાં તેફાની આચરણ કરવા લાઈવ તથા હેરિટંગ્સ સરખા અમલદારેએ હિંમત કરી નહીં ત્યાં સુધી અંગ્રેજે આગળ આવ્યા નહીં. ટુંકાણમાં રાજ્ય સ્થાપવામાં તથા વેપારમાં સર્વોપરી સત્તા મેળવવામાં કેટલે નહીં માની શકાય એ સંતાપ અને કેટલી પાષાણહૃદયી ખટપટ ઉપાડવી પડે છે એટલું જ આપણે આ ઇતિહાસ ઉપરથી અનુમાન કરી શકીએ તે બસ. બાકી હિંદુસ્તાનમાંના અંગ્રેજોનાં કામની ખરી હકીકત મેળવવા આજે આપણને આટલી અડચણ પડે છે તે દૂરના પૂર્વ દ્વીપસમુહમાંના લેકેની દશાને ખરો ઈતિહાસ મળ દુર્લભ છે. નાના નાના બેટો એક બીજાથી અલગ હેવાને લીધે, લેકમાં એક જાતિયપણું અને એકત્ર થવાની શકિત ન હોવાથી તેમજ તેમના અજ્ઞાનપણને લીધે, તેમના ઉપર વલંદા લેકેના અમલમાં જે ભયાનક પ્રસંગ આવી પડયો હતો તેની હકીકત કાગળ ઉપર હોવાનેજ જ્યારે સંભવ નથી તે પછી તે બહાર મુકવાની વાત જ શું? આ ઉદાહરણ ઉપરથી આપણે તેની કલ્પના કરીએ એટલેજ બસ, કેમકે જે બનાવ આપણે સમજી શકતા નથી તે બોજ નહોતે એમ કંઈ નહેતું. 7. વલંદાની પડતીનાં કારણે–આસ્ટ્રેલીઆને મોટે પ્રદેશ વલંદા લેકેએ ધી કહાડી તેને ન્યુ હેલેન્ડ એવું નામ આપ્યું હતું.