________________ પ્રકરણ 7 મું.] વલંદા લેકેની હકીકત. 189 દાબી મુક એટલુંજ તેના દુષ્ટ સ્વભાવની ખાતરી કરવા માટે પુરતું છે. આ બાબતની તપાસમાં અંગ્રેજ ન્યાયાસન આગળ સાક્ષી આપવી પડશે એવી તેને ધાસ્તી લાગવાથી એમ્બેયનામાંનું કામ પૂરું થતાં તે . છુપી રીતે યુરેપ આવતું હતું, પણ પ્રવાસ દરમિઆન રાતા સમુદ્રમાં તે મરણ પામે. એયનાનાં ઘર કૃત્યનું વેર ઈગ્લેંડ તરફથી લેવામાં આવશે એવી આશામાં સઘળા અંગ્રેજે બટેવિઆમાં રહ્યા હતા, પણ આખરે નિરાશ થઈ તેઓએ વલંદાઓ સાથે સંબંધ હમેશને માટે છોડે. 6 વલંદા કેના જુલમની પરાકાષ્ટા–અંગ્રેજો વિરૂદ્ધ ઉપાડેલી ઉક્ત તકરારમાં વલંદાઓના બે મુખ્ય હેતુ પાર પડયા. મસાલાના બેટોમાંથી અંગ્રેજોને પગ નીકળી ગયે, અને બટેવિઆમાં તેમની કંઈ પણ સત્તા રહી નહીં. આ હેતુ બર લાવવા માટે જ તેઓ દુષ્ટપણે વર્યા હતા, એટલે હવે પછી કંઈ પણ અત્યાચાર તેઓએ કર્યો નહીં, અને અંગ્રેજો સાથે પૂર્વની માફક સરળ રીતે વર્તવા લાગ્યા. એમ છતાં બન્ને પ્રજા વચ્ચે ચાલતા વેપારી સંબંધને લીધે સઘળી ખટપટનો અંત એટલેથીજ આવવાને નહે. સને 1626 માં અંગ્રેજ કંપનીએ બટેવિઆમાંની વખાર બંધ કરી, છતાં એમ્બેયનાનાં કૃત્ય માટે વેર લેવાને વિચાર તેમના મનમાં સળવળ્યા કરતે હતે. પહેલા જેમ્સ રાજાને લડાઈ કરવાની ઈચ્છા નહોતી, અને પહેલા ચાર્સ રાજામાં તેમ કરવા સામર્થ્ય નહતું. ચાર્લ્સના શિરચ્છેદ પછી ઇંગ્લેંડનું રાજ્યસૂત્ર એક દ્રઢ મનના પુરૂષના હાથમાં ગયું ત્યારે વલંદા લેકેએ અંગ્રેજોને કંઈક દાદ આપી. સને 1654 માં પાંચ મહિનાના ટુંક વખતની અંદર ક્રોમવેલે સઘળી બાબતને નિકાલ કરી નાંખ્યો. વલંદાઓએ નુકસાનીના સાડાઆઠ લાખ રૂપીઆ અંગ્રેજ કંપનીને આપ્યા, છત્રીસ હજાર રૂપીઆ મરણ પામેલા સખસોના વારસોને મળ્યા, અને પુલારૂન બેટ અંગ્રેજોને સ્વાધીન થયા. આટલું છતાં અંગ્રેજોના મનનો ડાઘ ગયે નહીં. બીજાં સો પચાસ વર્ષમાં આ બેઉ પ્રોટેસ્ટંટ દેશો વચ્ચે મિત્રાચારી ન થવાથી યુરોપના રાજકીય ફેરફારે જુદું જ વલણ લીધું.