________________ પ્રકરણ 3 જુ.] મલબારની પ્રાચીન હકીકત. પ્રજાની સંખ્યા વધતાં તેમનામાં વ્યવસ્થિત રીતે ધર્મને પ્રસાર કરવાની આવશ્યકતા જણાઈ અને મલિક-ઈન્ગ–દિનારની મહેનત ફળીભૂત થઈ આ પ્રમાણે બે વિધર્મી લેકમાંથી જે પ્રજા થઈ તેનું નામ “મેપલા” પડયું. સામાન્ય રીતે મલબારના મુસલમાને એ નામથી ઓળખાય છે. મહાપિલ્લા” (મહા એટલે મોટું અને પિલ્લા એટલે કરે) એટલે મટે માનવંત પુરૂષ, છોકરાના જેવી હઠ કરી આગળ વધનારે, એવા અર્થની વ્યુત્પત્તિ ઉપરથી આ શબ્દ પ્રચારમાં આવ્યો. " મેપલાના મુખ્ય સ્થાન કાનાનુરમાં અદ્યાપિ મુસલમાની રાજ્યકુટુંબ છે. ઈસવી સનના બારમા સૈકાની શરૂઆતમાં મલબારમાં એક રાજા પાસે આર્યન કુલાંગર નાયર” નામને એક કુલીન દીવાન હતો. તે હંશીઆર તથા શાણે હોવાથી તેને સહેજે લાગ્યું કે મુસલમાન ધર્મ સ્વીકારવાથી તેની દીવાનગીરી કાયમ રહેશે, એટલે તેણે તે ધર્મમાં દાખલ થઈ મહમદઅલ્લી નામ ધારણ કર્યું. ટુંકમાં તે સમયે મલબારમાં મુસલમાન થવામાંજ લાભ છે એવું લેકે સમજતા. પણ અહીંના મુસલમાનના કર્તવ્યમાં અને ઉત્તર હિંદુસ્તાનમાંના તેમના સ્વધર્મીઓના જોખમકારક કામમાં એક ચમત્કારિક વિરોધ જણાઈ આવે છે. હિંદુ લેકે ઉપર જુલમ કરી તેમને મુસલમાન કરવામાં તથા લડાઈ છળકપટ અને કતલ કરવામાં જ્યારે ઉત્તર તરફના મુસલમાનો મશગુલ થયા હતા, ત્યારે અહીં શાંત રીતે મુસલમાની ધર્મ પ્રવૃત્તાવવાનું કામ ચાલતું હતું. ખ્રિસ્તી ધર્મ પણ અહીં ઠીક ફેલાયો હતે. ખરું કહીએ તે મલબારમાં હિંદુ ધર્મ જા નહતો. બ્રાહ્મણ બળવાન થયેલા ન હોવાથી મુસલમાની ધર્મ ઘણી સહેલાઈથી સ્થપાયો હતે. મલબાર અને હિંદુસ્તાનના બીજા ભાગ વચ્ચે આ મોટો તફાવત છે. બીજા પ્રાંતની માફક અહીં બ્રાહ્મણનું ધર્મશિક્ષણ દાખલ થયેલું ન હેવાથી અન્ય ધર્મને પ્રવેશ પશ્ચિમ કિનારા ઉપર જેટલું સહેલથી થયે તેટલે બીજા કોઈ પણ પ્રાંતમાં થયો નહોતો. અહીં મુસલમાન તેમ પોર્ટુગીઝોને હાથે અસંખ્ય માણસો પરધર્મમાં વટલ્યા હતા. વટલેલ લેકની