________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 107 હેરાન કરતા હતા. આલ્બકકે પ્રથમ તે સઘળાઓને દર તોડે, અને પિોર્ટુગલના રાજાને ખંડણી આપવાની તેમને ફરજ પાડી, એ પછી તે સોઢા ગયો. અહીં મુસલમાનોને એક મજબૂત કિલે હતો તે તેણે જતાંવારને સર કર્યો. તેના ઉપર પોતાનો અમલદાર નીમી વહિવટ માટે નવીન વ્યવસ્થા કરી, અને મુસલમાન હસ્તકની સઘળી જમીન વગેરે ખાલસા કરી ત્યાંના ખ્રિસ્તી લેકમાં વહેંચી આપી. આટલું કરી આબુકર્ક સોકેટાથી મસ્કત આવ્યો, ત્યાંના સ્થાનિક અધિકારીઓને છતી ઈરાની અખાતના નાક ઉપરનું વેપારનું મુખ્ય સ્થાન મંઝ તાબે કરવા તે ઉપડે. ખ્વાજ અત્તર નામના ર્મઝના નવાબના દિવાન મારફતે તેણે ત્યાં એક કિલ્લે બાંધવા સારૂ કલકરાર કર્યા, પણ હાથ હેઠળના અમલદારો તેની સામા પડવાથી તેને તે કામ અડધું નાખી મલબાર આવવું પડયું. અહીં સુધીનાં કૃત્ય ઉપરથી આબુકર્કની કામ કરવાની પદ્ધતિ ખુલ્લી દેખાઈ આવે છે. આફ્રિકાના દક્ષિણ છેડાથી મલાક્કા પર્યતને કિનારે, અને એમાં આવેલા સઘળા બેટો તથા નાકા ઉપરનાં બંદરો પોર્ટુગીઝોના કબજામાં રાખવાં, દરેક ઠેકાણે કિલ્લા બાંધી ત્યાં પોર્ટુગીઝ લશ્કર મુકવું, અને તેમ કરી મુસલમાનને વેપાર સદંતર બંધ પાડવો, અને તે પોર્ટુગીઝોએ લઈ લેવો એવો તેને મત હતું. પણ પોર્ટુગીઝ પ્રતિનિધિ આલ્પીડાને અભિપ્રાય એથી ઉલટ હતો, અને કિલ્લા બાંધી પોતાની સત્તાનો પ્રસાર કરવાનું તે અનુચિત ધારતા. આ ઉપરથી કાચીનમાં આબુકર્ક અને આલ્પીડા વચ્ચે ઘણી તકરાર થવાથી આબુકર્કને કેટલેક વખત કેદમાં રહેવું પડયું. પોર્ટ ગલથી બીજે કાલે આવી લાગતાં આલ્પીડાએ પિતાનો અધિકાર છોડ, અને નવેમ્બર 1509 સ્વદેશ પાછો ફર્યો, ત્યારથી આબુક હિંદુસ્તાનમાંનાં પિોર્ટુગીઝ રાજ્યને ઉપરી થયે. 9. ગેવાની પડતી (સ. 1510-12 )–આલ્પીડા સાથે ઉઠેલા ટામાં આબુકર્કને જે દિવસો ગયા તેને તેણે સારો ઉપયોગ કરી દેશની તત્કાલીન પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરિક્ષણ કર્યું. મલબારમાં અને દક્ષિણ હિંદુસ્તાનમાં હિંદુ રાજ્ય જોરાવર હતાં, તેવી જ રીતે બ્રાહ્મણ રાજ્યની