________________ 176 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઢીલાં પડ્યાં, અને વેપાર તથા તેમાંથી મેળવવાનો નફે એ સિવાય બીજું કંઈ તેમની નજરે પડયું નહીં. શરૂઆતમાં અંગ્રેજ કંપની ઘણી ગરીબ સ્થિતિમાં હતી. રાણી ઈલીઝાબેથ પછીના રાજા જેસની પદ્ધતિ અનિશ્ચિત હતી, અને વલંદાઓ હમણાંજ સ્વતંત્ર થયેલા હોવાથી તેમની સામે પડી તેમને વેપાર નિર્મળ કરવા મથતા હતા. અંગ્રેજ કંપની થોડી થોડી થાપણ એકઠી કરી સફરે ઉતરી પડતી, પણ વલંદાઓએ સને 16 02 માં એક મહાન રાષ્ટ્રીય કંપની સ્થાપી. તેમના દાખલાનું અનુકરણ કરતાં અંગ્રેજોને બીજાં દસ વર્ષ લાગ્યાં. દ્વીપસમૂહના દેશી રાજાઓની તકરારમાં વલંદાઓની વિરૂદ્ધ તેઓ પડવા લાગ્યા. સુમાત્રાના રાજાને એક અંગ્રેજ સ્ત્રી લાવી આપવાનું અંગ્રેજોએ વચન આપ્યા પ્રમાણે એક છોકરી પસંદ કરવામાં આવી પણ તેનું આગળ શું થયું તેની હકીકત જણાઈ નથી. યુરોપિયન રાજ્ય પ્રકરણમાં પણ ઈગ્લેંડ તથા હોલેન્ડ વચ્ચે ભિન્ન ભાવ ઉત્પન્ન થયો હતો. ભવિષ્ય ભાખી વલંદા સરકારે પીટર બેથ (Pieter Both) નામના એક લાયક ગૃહસ્થને ગવર્નર જનરલ તરીકે આ તરફ મોકલ્યો. તે આઠ વહાણ લઈ સને 1611 માં બૅટમ આવ્યો. ચાર વર્ષમાં તેણે દ્વીપસમૂહનાં સઘળાં અંગભૂતને સંધીની જાળમાં ગુંથી લીધાં, અને જાવાથી મલા સુધીના વલંદા લેકના વેપાર તથા સત્તા સામે ઉભી થતી અડચણો દૂર કરી. પૂર્વના દરીઆમાં વલંદાઓની સત્તા સ્થાપનાર આ પહેલેજ પુરૂષ હતે. સને 1615 માં તે યુરોપ પાછો જતો હતો તે વેળા મોરિશિઅસ બેટ નજદીક તેફાનમાં સપડાઈ જઈ મરણ પામે. પોર્ટુગીઝ લેકને મલબાર કીનારા ઉપર વેપાર ચલાવતાં જે ત્રાસ ખમવો પડે હવે તે વલંદાઓને પૂર્વ દ્વિપસમુહમાં ભેગવવો પડ્યો નહીં તેનું કારણ એ હતું કે ત્યાંના રાજ્યો ઘણાં નાનાં તથા એક બીજાથી અલગ હતાં, તેમજ અંગ્રેજોએ તે તરફ પગ પસાર કરવા દ્રઢ પ્રયત્ન કર્યો હતે નહીં. સને 1610 લગીમાં અંગ્રેજોએ એકંદર સત્તર વહાણ આ તરફ મોકલ્યાં હતાં પણ તે પૈકી એકી વેળા ઘણુ જ થોડાં ગયાં હતાં એથી ઉલટું વલંદા કેનાં