________________ 182 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. આવી શકે એવા નવ અંગ્રેજો પાસેના બાંડાના ટાપુમાં હતા. આ દ્વીપસમૂહમાં અંગ્રેજોને મુખ્ય પ્રતિનિધિ જાવામાં રહેતે હતો તેણે આ સઘળાએને પિતાના સ્થાનમાંથી નીકળી જવા હુકમ કહા હતા, પણ તે તેમને વેળાસર મળે નહીં. સને 1623 માં તા. 10 મી ફેબ્રુઆરીએ રાતના વલંદા લશ્કરમાંના એક જાપાનીઝ સિપાઈએ વલંદા પહેરેગીરને એકંદર કેટલા પહેરેગીરે છે અને પહેરો ક્યારે બદલાય છે તે વિશે કઈક પુછપરછ કરી. બીજે દિવસે ગવર્નરે તેને આ તપાસ કરવાનું કારણ પુછયું ત્યારે જવાબમાં તેણે એટલું જ કહ્યું કે સહેજ ખબર મેળવવા માટે આ પુછપરછ કરી હતી, તેમાં કાંઈ બીજે હેતું હતું નહીં. ખરું જોતાં એક પહેરેગીરને કેટલે વખત સુધી ફરજ બજાવવી પડે છે તે જાણવા માટે તેણે આ તપાસ કરી હતી. ગવર્નર યુસ્ટને પિતાના ઉપર આવેલા નિષ્પક્ષપાતપણાના આરેપમાંથી છૂટા થવું હતું, એટલે તેણે આવેલી તકનો લાભ લઇ જાપાનીઝ સિપાઈ ઉપર જુલમ કરી તેની પાસેથી અંગ્રેજો વિરૂદ્ધ પુરાવો એક કી, અને તે જ દિવસે જુબાની ઉપર તેની સહી કરાવી લીધી, અગર જે ડચ કાયદા પ્રમાણે કોઈ પાસેથી જબરદસ્તીથી કબુલાત લેવામાં આવે છે તેવી કબૂલાત લીધા પછી વીસ કલાકે તેને તે ફરીથી વાંચી બતાવ્યા પછી તેના ઉપર તેની સહી લેવાનું હતું. આ જાપાનીઝ સિપાઈએ કહેલી હકીકત જાણતા હોય તેવા આઠ નવ જાપાનીઝનાં નામે તેણે અગાઉથી આપેલાં હોવાથી તેમની પાસેથી પણ અંગ્રેજો વિરૂદ્ધ પુરા લેવામાં આવ્યો. જે આવી રીતે પુરા આપવામાં કોઈ આનાકાની કરતા તે તેમને ડામ દેવા અને રડતા કકલતા ઉંચકી તુરંગમાં નાંખવામાં આવતા. આવા જોરજુલમથી મેળવેલી કબૂલાત ઉપરથી એવો ઘાટ ગોઠવવામાં આવ્યો કે એકાદ અંગ્રેજ વહાણ આવી પહોંચે ત્યારે, અથવા ગવર્નર બીજી તરફ રોકાયેલું હોય ત્યારે વલંદાઓના કિલ્લા ઉપર હલ્લે કરી તે સર કરવાને ઉપર કહેલા અરાદ્ધ અંગ્રેજોએ બેસતું વર્ષે સોગન ઉપર ઠરાવ કર્યો હતો, અને એ કામમાં મદદ કરવા જાપાનીઝ સિપાઈઓને ફિતુરી બનાવી ઉશ્કેરવા માટે પ્રાઈસ