________________ 180 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માં આવી રહ્યો હતો. જાત હોંશીઆરીથી એ થોડા જ વખતમાં બહાર આવ્યો, અને એને 1613 માં બૅટમના પ્રેસિડન્ટની પદવી મળી. ચાર વર્ષ બાદ તેને રાજાના સર્વ હક તથા સત્તા પ્રાપ્ત થવા ઉપરાંત તે સંસ્થાનને ગવર્નર જનરલ થયે. પર્ટુગીઝને આબુર્ક, કેન્ય લોકોને ડુપ્લે અને વલંદાઓને કોએન એ ત્રણે ઐતિહાસિક દ્રષ્ટીએ જેમાં દરેક બાબતમાં એક બીજાને ઘણું મળતા આવે છે. એશિયામાં વલંદાઓનું રાજ્ય સ્થાપવા કેએનની મહત્વાકાંક્ષા ઉશ્કેરાઈ હતી, અને તે ફળીભૂત કરવામાં તેને કંપનીને તથા આખા દેશનો ટેકે હતો. એણે સને 1618 થી 1623 સુધી અને 1627 થી 1629 સુધી ગવર્નર જનરલનો ઓધો ભેગવ્યો, અને જાવા બેટમાં બટેવિઆ નામનું શહેર વસાવી ત્યાં મજબૂત કિલ્લેબંધી કરી. આ તૈયારીઓ ચાલતી હતી એવામાં યુરોપમાં ઈગ્લેંડ અને હેલેન્ડ વચ્ચે સલાહ થયાની ખબર આવી. આ તહનામામાં વ્યક્ત થતા સંદિગ્ધપણને લાભ લઈ કે એને અનેક પ્રકારના બેત લડાવ્યા. કંપનીના સંરક્ષણાર્થ બેઉ પ્રજાનાં વહાણે તે તરફ રહે એવો ઠરાવ હતો, પણ કે એને બેઉ કાફલાને ઉપયોગ સ્વપ્રજાની સત્તા વધારવા માટે કરવા માંડે. આ સઘળા ટંટાના મૂળમાં આ મુલક ઉપર સામ સત્તા એ બે પ્રજામાંથી કોણે ચલાવવી, અને ક્યા દેશને કાયદે ત્યાં અમલમાં મુક એ વિશે મુખ્ય તકરાર હતી. કેએને વલંદાઓની સત્તા સર્વોપરી ગણી હેલેન્ડના કાયદા ચલાવ્યાથી અંગ્રેજોને ઘણે ત્રાસ પડવા લાગે. સને 1619 ના કેલકરારો ફાયદામંદ થવાને બદલે તેનાથી પૂર્વની તકરારોએ વધારે ઉગ્રરૂપ ધારણ કર્યું, એ વાત ઇંગ્લંડમાં પણ જાહેર થઈ ગઈ હતી. 4. કંટાનું ભયંકર પરિણામ–એમ્બેયનામાં અંગ્રેજોની કતલ –સને 1619 ના કરાર થયા ન હતા તે અંગ્રેજોને વલંદા લેકેએ કયારના આ દ્વીપસમૂહમાંથી હાંકી કહાડયા હતા. કોએને પિતાની સરકારને લખ્યું હતું કે “અંગ્રેજ લેકે દ્વીપસમૂહમાંથી સ્વેચ્છાથી ચાલ્યા જવાની અણી ઉપર હતા, પણ આ સધી મારફત તમે તેમને પુનઃ આશ્રય