________________ પ્રકરણ 7 મું. ] વલંદ લોકોની હકીકત. 175 ટાપુઓ સને 1579 માં પ્રથમ અંગ્રેજ વહાણવટી ડેકે શોધી કહાડયા હતા, એટલે આમતેમ બે ચાર કિલ્લા બાંધવાથી આ પ્રદેશ વલંદાઓના તાબામાં સંપૂર્ણપણે આવી ગયો એમ કરતું નથી, અને તેથી એ મુલક ઉપર બન્ને પ્રજાને હક સરખો રહેવો જોઈએ. ખરું જોતાં આમાંને પહેલે સબબ નિરૂપયોગી છે. અમુક પ્રદેશમાં કેઈએ પ્રથમ પ્રવેશ કર્યો માટે તે તેની માલકીને થયે એવી તકરાર અંગ્રેજોએ કદીપણ કબૂલ કરી નહતી, અને તે વિરૂદ્ધ પોતે સ્વીકારેલી નીતિની પુષ્ટિમાં પોર્ટુગીઝ તથા બીજા લેકે સાથે તેઓ લડતા હતા. પણ પ્રસંગાનુસાર પિતાને ઉપયોગી નીવડે તેવી તકરાર અંગ્રેજો તરફથી આગળ લાવવામાં આવતી. ઉપરનાં બન્ને વિરૂદ્ધ તોને ઉપગ તેમણે અનેક વેળા કર્યો હતો, અને તેને આધારે સરકારી કાગજપત્રમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ પણ પિતાના હક આગળ ધર્યા હતા. આ અનિશ્ચિતપણું અંગ્રેજો અને વલંદાઓની વચ્ચેના વેરનું મૂળ કારણ હતું. યુરોપમાં ઈગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે મિત્રાચારી હતી કેમકે બન્ને ટેસ્ટંટ ધર્મના અનુયાયી હતા. ઈ. સ. 1602 માં આ બન્ને દેશના એકત્ર આરમારે પોર્ટુગીઝ લેકને પરાભવ કર્યો હતો. આ સઘળું ખરું હતું, છતાં પણ પૂર્વ તરફના દ્વીપસમુહમાં અંગ્રેજો દાખલ થવાથી વલંદાએને વેપાર ટકવાને નહોતે. અંગ્રેજે છેડે થોડે ભંડોળ એકઠે કરી સફરે નીકળતા, અને બંદરે બંદર ફરી ચડસાચડસીમાં મરછમાં આવે તેટલી કિમત આપી માલ ખરીદતા. આવી વર્તણુક ઉપરથી વલંદાઓ દેશીઓને એવું ભંભેરતા કે આ અંગ્રેજ કેવળ લૂંટારા છે, એ કંઈ વેપારના ઉદેશથી આ તરફ આવ્યા નથી માટે તેમને માલ વેચ નહીં. પણ આથી દેશીઓ લાંબો વખત ફસાયા નહીં. અંગ્રેજ લેકે નિયમિત વખતે આવી ગ્ય કિમતે માલ ખરીદતા એ દેશીઓની જાણમાં હતું. પાછળથી દેશી વેપારીઓને વલંદાઓએ લાંચ આપી તે પણ અંગ્રેજોને વેપાર અટકે નહીં. સને 1603 માં ઇલિઝાબેથ રાણી મરણ પામતી જેમ્સ રાજાએ ગાદી ઉપર આવી સ્પેન સાથે સલાહ કરી, અને પરિણામ માં વલંદા અને અંગ્રેજો વચ્ચે પ્રેમભાવ ઘટી ગયે, ધર્મનાં બંધન