________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. 173, એકીન (Achin) બંદરના રાજાને પોર્ટુગીઝ સાથે ઘણું લાંબા વખત સુધી લડવું પડયું હતું. સને 1600 માં તેણે વલંદા લેકની મદદ લીધી ત્યાર પછી સુમાત્રા બેટમાંનાં સઘળાં નાનાં મોટાં રાજ વલદાઓએ ધીમે ધીમે હસ્તગત કરી લીધાં. આ દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા ઉપર પોર્ટુગીઝ લેકેનું મલાક્કા નામનું બંદર હતું અને તેની દક્ષિણે પૂર્વ કિનારા ઉપર જેહર નામનું શહેર એક સ્વતંત્ર રાજાના કબજામાં હતું. સને 16 06 માં વલંદાઓએ જોહરના રાજા સાથે દોસ્તી કરી મુલાકા કબજે કરવાને મનસુબો કર્યો, પણ ઘણા લાંબા કાળ પછી, એટલે છેક સને 1641 માં તેમને હેતુ સફળ થયો, અને તે બંદર તેમના સ્વાધીનમાં આવ્યું. મલાક્કાની સામુદ્રધુનીના જેવી સુમાત્રા અને જાવાની વચમાં સુંડા નામની એક બીજી અગત્યની સામુદ્રધુની આવેલી છે. જાવાના ઈશાન કિનારા ઉપરના બૅટમના એક નાના રાજા સાથે સને 1609 માં વલંદાઓએ મિત્રાચારી કરી ધીમે ધીમે જાવા બેટ ઉપર પગ પેસારો કર્યો. બૅટમની પૂર્વે એક ખાડીના કાંઠા ઉપર આવેલું જકાત્રા નામનું નાનું બંદર બૅટમ કરતાં વેપાર માટે વધારે સગવડ ભરેલું છે, એવું જોઈ વલંદાઓએ જુનું શહેર તેડી નાંખી તેજ ઠેકાણે બટેવિઆ નામનું નવું શહેર વસાવ્યું ( સને 1619 ). આ પ્રમાણે પૂર્વ તરફના દ્વીપસમુહમાં દાખલ થવાનાં નાકાં એમના તાબામાં આવ્યા પછી તેમણે અંદરના ભાગમાં આવેલા બેટ ઉપર પોતાની કોઠીઓ ઉભી કરી. ત્યાંના લેકે પોર્ટુગીઝ અમલથી ત્રાસી ગયેલા હોવાથી તેઓ ઘણી ખુશીથી તેમની સાથે જોડાઈ ગયા. આ પ્રમાણે પોર્ટુગીઝ લેકે સામે પિતાનું રક્ષણ કરવા માટે દેશી અધિકારીઓએ વલંદાઓને આશ્રય લેવો એ ડચ સત્તાનું પહેલું પગથીઉં હતું. ટર્નેટના સુલતાન સાથે તહનામું કર્યા પછી જુને કિલ્લે તેડી નાંખી નો બાંધવાનું કામ તેમણે આરંભ્ય. એ બાદ એઓયનાના ટાપુમાં મરછમાં આવે તે ભાવે લહેંગ વેચાતાં લઈ શકાય તેટલા માટે તેમણે ટર્નેટ બેટમાંનાં સઘળાં લહેંગનાં ઝાડ ઉખેડી કહાડયાં. તેમનાં કૃત્યોથી કંટાળી જઈ આખરે સને 1649 માં ટર્નેટના સુલતાને ડચ ગવર્નરને