________________ પ્રકરણ 7 મું, ] વલંદા લેકેની હકીકત. 171 તથા તેના અમલદારોએ કહાડેલા હુકમો તપાસવામાં આવતા. કંપનીના આગેવાનોએ ત્વરાથી 54 લાખ રૂપિયાનો ભંડોળ એકઠે કર્યો. વેપારને નામે યુદ્ધ કરી સ્પેનને ઉતારી પાડી નુક્સાન કરવાને ડચ સરકારને વિચાર હોવાથી તેણે આ કંપનીને પિતાને નામે યુદ્ધ કિંવા તહ કરવાને અધિકાર આપે. હોલેન્ડ જ્યારે સ્પેનના તાબામાં હતું ત્યારે સ્પેનિશ સરકારે લાખો વલંદાઓના પ્રાણ લીધા હતા તે વલંદાઓ ભૂલી ગયા નહોતા, અને તેનું વેર આ કંપની મારફત લેવાને તેમણે મનસુબે કર્યો હતે. સને 1902 માં ડચ કંપનીએ બૅટમ નજીક પોર્ટુગીઝ પરાજય કરી મસાલાના બેટ તરફ જવાને માર્ગ ખુલ્લો કર્યો. સને 1603 માં તેઓએ ગોવા ઉપર ચડાઈ કરી, અને 16 06 માં ટેગસ નદીમાંથી લિમ્બન ઉપર મારો ચલાવ્યું, અને તે જ વર્ષમાં જીબ્રાલ્ટરના અખાતમાં સ્પેનિશ આરમારને સમૂળ નાશ કર્યો. વળી પૂર્વમાં પિર્ટુગીઝોન મલાક્કા બેટ તેઓએ લીધે, અને જાપાન પર્યત પિતાની સત્તા બેસાડી. એશિયાના વેપારમાં વલંદાઓનો મુખ્ય આધાર મસાલામાં થતા નફા ઉપર હતો તેથી એ વેપાર અન્ય પ્રજાને કરવા દેવો નહીં તેમજ મલાઝા, એઓયના, બાંડા વગેરે મસાલાના બેટમાં બીજા કોઈને પ્રવેશ કરવા દે નહીં એવી ડચ સરકારે પિતાના અધિકારીઓને સખ્ત તાકીદ કરી હતી. 2. પૂર્વના દ્વીપ સમુહ ઉપર વલંદાઓનો અમલ –લિબન અને મલાક જેવાં દૂરનાં બે નાકાં વલંદાઓએ કબજે કર્યા પછી તેમણે એ વિશાળ અંતર દરમિયાન બીજાં મુખ્ય થાણુઓ ઉભાં કર્યા. સને 1619 ના અરસામાં તેમણે જાવા લીધું, અને ત્યાંના મુખ્ય બંદર બટેવિઆમાં કાઠી ઘાલી; સને 1641 માં મલાક્કાની સામુદ્રધુની તથા દ્વીપકલ્પ કબજે કર્યો; સને 1938 થી 1658 સુધી પોર્ટુગીઝ સાથે લડાઈ કરી તેઓએ સિલેન બેટ લીધો, અને સને ૧૬પર માં કેપ ઑફ ગુડ હોપમાં તેઓએ પિતાનું વસાહત ઉભું કર્યું. ટુંકામાં સને 1640 માં પોર્ટુગલ પેનથી સ્વતંત્ર થયું ત્યારે તે દેશની પૂર્વ તરફની સર્વ સત્તા વલંદા લેકોએ પોતાના સ્વાધીનમાં લઈ