________________ 170 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. લેક વખત લગી ઉપયોગ થયે. એ તત્વને પિપના હુકમની પુષ્ટિ મળી, તે પણ એ સઘળું કાયમ રહેવું મુશ્કેલ હતું. વખત જતાં જેણે નો પ્રદેશ શોધી કહા હોય અને તે પિતાના બળથી તાબામાં લીધે હેય તેજ તે પિતાને સમજવો એ નિશ્રય ઉત્પન્ન થયે. ટુંકામાં “બળીઆના બે ભાગ " એ ન્યાય અમલમાં આવતાં અનુસાર અંગ્રેજ તથા વલંદાઓએ શરૂઆતમાં પોતાનો પ્રયત્ન ચલાવ્યો. પોર્ટુગીઝ લેકેના સે વર્ષના વેપારમાં લિસ્બન શહેર ઘણું જ આબાદ થયું. હિંદુસ્તાનમાંથી લિઅન આણેલે માલ બીજા દેશોમાં લઈ જઈ ત્યાં વેચવામાં પર્ટુગીઝ વેપારીઓને વલંદાની મદદ લેવી પડતી. ડચ વહાણો લિમ્બનથી સર્વ પ્રકારનું માલ ભરી યુરેપના ઉત્તર ભાગમાં પહોંચાડતાં, એટલે એશિઆ અને યુરોપ વચ્ચે માલ આપ લે કરવાનું કામ ઉપાડી લેવામાં તે શહેર ઘણુંજ આબાદ થયું. હેલેન્ડથી માલ લંડન જતો. એ સમયે હોલેન્ડમાં વેપારની એટલી ધમાલ પડતી કે શેટ નદીમાં દરરોજ પાંચસો વહાણે આવ જા કરતાં. હીટમનના યુરેપ પાછા ફર્યા પછી સને 1598 માં પાંચ ડચ વહણે પૂર્વ તરફ આવ્યાં. તેમની મારફત શિયામાંથી આવેલા માલનું ઉત્પન્ન જોઈ સઘળા દેશે ઉન્મત્ત થઈ ગયા. હૌટમન ફરીથી એકવાર પૂર્વ તરફ આવ્યો પણ ત્યાં તેનું ખુન થયું. સને 1601 સુધીમાં વલંદા લેકેએ એકંદર પંદર સફર કરી અને ઘણુંએક વેપારી કંપનીઓ સ્થાપી. આ સઘળી કંપનીઓને એકઠી કરી ડચ પાર્લામેન્ટ “ડચ ઈસ્ટ ઈન્ડીઆ કંપની ' એ નામની એક મોટી સંસ્થા સ્થાપી. સને 162 કચ સરકારનું આ કામ ઘણું ડહાપણભરેલું હતું, કારણ જે આ સઘળી કંપનીઓ જુદી જુદી રહી હોત તે તેઓ મેટાં શબ્દ સામે ટક્કર ઝીલી શકતે નહીં. આ એકત્ર કંપનીને હિંદુસ્તાનના વેપારને સંપૂર્ણ જા. એકવીસ વર્ષ માટે આપવામાં આવ્યો, અને એ વેપાર માટે જુદી કંપની કહાડવા સામે ડચ સરકારનો પ્રતિબંધ થશે. મુખ્ય કંપની ઉપર ડચ પાર્લામેન્ટની સખ્ત દેખરેખ હતી, અને તેના તરફથી કંપનીને હિસાબ