________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. 169 તેઓએ તપાસ કરવા માંડી. સને 1594,95 અને ૯૬માં વિલિઅમ રે. (William Barent) આવા માર્ગની તપાસમાં ત્રણ પ્રયત્ન કર્યો, પણ તે સઘળા વિફલ ગયા, અને તેમાં જ બૅરેંટ મરણ પામે. લિન્સ કોટન નામને એક ડચ વેપારી સત્તર વર્ષની વયે લીમ્બન ગયા હતા, ત્યાં સુમારે બે ત્રણ વર્ષ રહી તે ગોવે આવ્યો. અહીં તે તેર વર્ષ રહ્યા તે દરમિયાન તેણે વેપાર સંબંધી પુષ્કળ માહિતી એકઠી કરી, અને સને ૧૫૯૨માં યુરોપ પાછો આવી ચાર વર્ષ રહી આ માહિતી પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કરી. આ પુસ્તક વેપારી તથા વહાણવટીઓને એટલું બધું ઉપયોગી થઈ પડયું કે તેનાં ભાષાંતરે તરતજ સઘળી યુરોપિયન ભાષામાં થય. તેની સલાહથી આમસ્ટર્ડમના વેપારીઓએ સભા ભરી હિંદુસ્તાન તરફ એક કાફેલે રવાના કરવાનો ઠરાવ કર્યો. તે પ્રમાણે કોલિસ હૈટમનની સરદારી હેઠળ સને 1595 માં ચાર વહાણે આફ્રિકાને રસ્તે આ દેશમાં આવ્યાં. અઢી વર્ષે યુરોપ પાછી ફરેલી આ સફરથી વેપારમાં કંઈ ફાયદે થો નહીં, તોપણ એ બાબત આગળ કેમ ચાલવું તે નક્કી થયું. ( આ પ્રમાણે અત્યાર સુધી જે વેપાર પોર્ટુગીઝના એકલાના હાથમાં હતે તેમાં વલંદાઓ ભાગી થયા. વેનિશિઅન, નેઈઝ, તુર્ક વગેરે રાષ્ટ્ર પિતાના વેપારના માર્ગો અત્યંત ગુપ્ત રાખતા, અને તેમાં બીજા કેઇને દાખલ થવા દેતા નહીં. એ ધારણ ઉપર નીકળેલા પિપના ફરમાન અન્વયે પૃથ્વી ઉપર સઘળો મુલક પેન અને પિર્ટુગલ વચ્ચે વહેંચી આપવામાં આવ્યો હતો. પરંતુ સોળમા સૈકાની આખરે આ ગુપ્તપણું ટકવું અશક્ય હતું. પોર્ટુગલના રાજપુત્ર હેનરીની શોધો લેકેની જાણમાં આવી હતી. વલંદા લોકોએ શોધી કહાડેલી છાપવાની કળાની મદદથી ઉત્તમ પ્રકારનાં ભૂગોળનાં પુસ્તક તથા નકશા પ્રસિદ્ધ થયા હતા. એ દ્વારા મળેલી માહિતીને આધારે ઈગ્લેંડ તથા હોલેન્ડમાં પૂર્વ તરફ વેપાર ચલાવ, વાના હેતુથી મોટી મોટી કંપનીઓ સ્થાપન થવા માંડી હતી. ગુપ્તપણાનું તત્વ નાશ થયા પછી જે પ્રદેશમાં જે કાઈ પ્રથમ આવે તે પ્રદેશ તેની માલકીને સમજે, એ સિદ્ધાંતને એશિયાના વેપારની બાબતમાં કેટ