________________ પ્રકરણ : 3 પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 167 પન કરવું એ એક પ્રકારનો પ્રયોગ છે. પોર્ટુગીઝેને યોગ્ય જણાયું તેવી રીતે પિતાની શક્તિ અનુસાર રાજ્ય સ્થાપવા તેમણે પ્રયત્ન કર્યો. તેમાં કેટલેક પ્રસંગે તેમની ભૂલ થઈ અને કેટલીકવાર તેઓને યશ મળ્યો. એમની પછી આવેલા અંગ્રેજોએ જ્યારે પિતાનું રાજ્ય સ્થાપવા માંડયું ત્યારે પોર્ટુગીઝેને અનુભવ તેમને ઘણો ઉપયોગમાં આવ્યો. પિર્ટુગીઝની જે રીતી તેમને અયોગ્ય જણાઈ તે તેમણે વજર્ય કરી અને જે ઉપયુકત લાગી તે સ્વીકારી. આ બે રાજ્યના વચ્ચેનું અંતર સમજવા માટે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના સાથે તુલના કરવાથી ઐતિહાસિક વિવેચનને પુષ્કળ મદદ મળશે. પોર્ટુગીઝના રાજ્યમાં ધર્મનું પ્રાબલ્ય વિશેષ હેવાથી જ તેમનું રાજ્ય નાશ પામ્યું એટલે અંગ્રેજોએ તે બાબત છેડી નહીં. તેવી જ રીતે યુરોપિયન પુરૂષ અને દેશી સ્ત્રી વચ્ચે લગ્ન કરાવી આપી એક વટલેલ, પ્રજા ઉત્પન્ન કરવાથી તેમજ એવી રીતે પરણનાર પુરૂષને નોકરી આપવાથી પોર્ટુગીઝને કંઈ પણ ફાયદે નહીં થતાં ઉલટું નુકસાન થયેલું હોવાથી અંગ્રેજોએ તે પણ સ્વીકારી નહીં. પૂર્વને વેપાર કંપનીને આપવાથી ઇંગ્લંડની રાજ્ય પદ્ધતિનું કંઈ પણ વિશિષ્ટ પરિણામ પોર્ટુગીઝની માફક અંગ્રેજોને નડયું નહીં. તેમજ ખાનગી વેપાર પણ તેઓએ એકદમ અટકાવ્ય. વળી ઉપર વર્ણવેલ ર્ટુિગીઝને એશઆરામ અંગ્રેજોએ ચાલવા દીધો નહીં. પિતાનું કામ કરવા ગુલામ મળેલા હોવાથી પિર્ટુગીઝે આનંદ માનતા પણ આખરે તેઓ પોતે કંઈ પણ કામ કરવાને અશક્ત અને નાલાયક થયા. આ સઘળું અંગ્રેજોને અયોગ્ય લાગવાથી તે તેમણે સ્વીકાર્યું નહીં, અને એમાંજ પિતાનું ડહાપણ બતાવ્યું એમ કોણ નહીં કહેશે?