________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. 17 સને 1602 સુધીમાં 65 વહાણ ગયાં હતાં, અને ફક્ત સને 1602 થી 1610 સુધીમાં આવેલાં વહાણોની સંખ્યા 69 ઉપર ગઈ હતી. વળી અંગ્રેજ વહાણમાં હથીઆરની તથા લડવૈયાની સંખ્યા ઘણી કમી હતી. વળી અંગ્રેજ કરતાં વલંદાઓમાં દાબ, વ્યવસ્થા અને નીતિ સારાં હતાં. અંગ્રેજ કંપનીએ હેલેન્ડમાં લેકે આગળ પિતાની ફરીદે રજુ કરી પણ તેનું કંઈ સારું પરિણામ આવ્યું નહીં, ત્યારે જે રાજાએ એ ફરીઆદો નિર્મળ કરવા પ્રયત્ન કર્યો. આથી બે જુદા જ પ્રકારની સ્થિતિ ઉપસ્થિત થઈ યુરોપમાં ઈગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે સલાહ રહેતી, પણ પૂર્વમાં બેઉની પ્રજા વચ્ચે લડાઈ ચાલતી. બેઉ દેશની સરકાર અત્યંત મહેનત કરી પિતપિતાની પ્રજા વચ્ચે એખલાસ કરાવવા મથતી, પણ તે સઘળું કાગળ ઉપરજ રહેતું, કેમકે સ્પેન તરફને જેમ્સ રાજાનો સ્નેહભાવ હેલેન્ડને પસંદ ૫ડતે નહીં. વળી સ્પેન તથા પોર્ટુગલ સામે લડવામાં હોલેન્ડના લેકે પુષ્કળ નાણું ખર્ચતા તે પ્રમાણે અંગ્રેજો કરવા તૈયાર હતા નહીં. સને 1613 થી 1615 સુધીનાં ત્રણ વર્ષમાં લંડન તથા આમસ્ટમમાં બન્ને દેશના મહાન એલચીઓએ સંધીની ભાંજગડ કરી, પણ તેમની મહેનતનું કંઈ પણ જાણવા જોગ પરિણામ આવ્યું નહીં. આજ વર્ષોમાં મસાલાના ટાપુમાં બાંડા, એઓયના, જાવા ઈત્યાદિ ઠેકાણે બન્ને રાષ્ટ્રના લેકે એકમેકની સામા વક્રદ્રષ્ટીથી જોતા હતા. સને 1617 માં ઇંગ્લંડમાં ખબર આવી હતી કે એ નામાં 40-50 અંગ્રેજો વલંદાઓના કેદખાનામાં ભુખે મરે છે. આવા અનેક ગપાટા ઉડતા, અને બન્ને પ્રજા વચ્ચે અપશબ્દો ભરેલી બેલાચાલી થતી. સને 1614 અને 1615 નાં બે વર્ષમાં જેરાર્ડ રેર્ ડચ ગવર્નર જનરલ હતું. એ પણ બથ જેવો હોંશીઆર અને ચાલાક હોવાથી તેને સંપૂર્ણ અધિકાર મળ્યો હતો. તે અહીં જ મરણ પામ્યા પછી ત્રીજે ગવર્નર જનરલ લોરેન્સ રિઆલ થયો; એણે કિલ્લા વગેરે બાંધી વલંદ લેકેની સત્તા ઘણુ મજબૂત કરી. બીજી તરફ અંગ્રેજોનું પ્રાબલ્ય ધીમે ધીમે વધતું ગયું. સને 1613-16 માં સામાજીક ભડળથી ચલાવેલા વેપારમાં તેમને એટલે બધો ન થયો કે