________________ 122 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. મે કાલે તૈયાર કરાવી સુલેમાન પાછાને તેને સરદાર બનાવ્યો. આ આરમાર ઉપર વેનિસના ખ્રિસ્તી ખલાસીઓ તેમજ તુર્કસ્તાન તથા ઈજીના વહાણવટીઓ પણ હતા. 2, ન્યુને ડ કુહા (સને ૧૫ર૯-૧૫૩૮.)–આ વિકટ પ્રસંગે હિંદુસ્તાનમાં કઈ અક્કલવાન અમલદાર હોવો જોઈએ તેટલા માટે પોર્ટુગીઝ રાજા ત્રીજા જેને ન્યુને ડ કુન્હાને સને 1528 માં પોર્ટુગીઝ ઈન્ડિઆને ગવર્નર નીમી આ તરફ રવાના કર્યો. આબુક પછી આવેલા હાકેમોમાં આ સર્વથી વધુ પરાક્રમી હતો, તેણે હિંદી મહાસાગરમાં અનેક સાહસિક કામ કર્યો હતો, અને સને ૧૫ર 5 માં મોમ્બાસાના રાજાને પરાભવ કરી, તથા ઑર્મઝના રાજા પાસે ખંડણી ઉઘરાવી નામના મેળવી હતી. સને 1529 માં ડ કુહાએ આ દેશમાં આવતાં તરતજ સેપેયને કેદ કરી પોર્ટુગલ મોકલાવી દીધો, જ્યાં તે કેટલાક સમય કેદ ભોગવી હદપાર થયો. કુહાએ સઘળાં થાણાં, કિલ્લા તથા વખારોની સત્વર તપાસ કરી, તથા અધિકારીઓની લુચ્ચાઈ ડાંગાઈ પકડી ગુન્હેગારોને સજા કરી. એ સિવાય વેપાર તથા રાજ્ય વધારવા કાજે એણે પુષ્કળ યત્ન કર્યા. અત્યાર સુધી કેરો માંડલ કિનારા ઉપર સેન્ટ ટમેની ઉત્તરે પોર્ટુગીઝ વેપાર ચાલ નહોતો, તેથી બંગાળાના મુસલમાન અધિકારીઓ સાથે સંધિ કરી તેણે તે પ્રાંત સાથે વેપાર શરૂ કર્યો. ગેવાને જેવું બંગાળાના કિનારા ઉપર પિતાનું એકાદ સ્વતંત્ર બંદર કરવાની કુન્હાની ઘણી ઈચ્છા હતી, પણ તે સફળ થઈ નહીં. ગુજરાતના કિનારા ઉપર પણ પિર્ટુગીઝોનું બંદર નહોતું; ત્યાંથી ઘણે દૂર ઉત્તરમાં ફક્ત ચાલનું થાણું તેમની પાસે હતું. તુર્કસ્તાનમાંથી મુસલમાની આરમાર ગુજરાતના કિનારા ઉપર આવતાં તેને તે તરફ ના મુસલમાની રાજાઓને આશ્રય મળે તે પછી પોર્ટુગીઝને તેમના કામમાં હરકત પડ્યા વિના રહે નહીં, એ ધાસ્તી નિર્મળ કરવાના હેતુથી કુહાએ ગુજરાતમાં એક બંદર મેળવવા ખટપટ ચલાવી. એટલામાં અનુકૂળ તક તેને હાથ લાગી. ગુજરાતના સુલતાન બહાદુરશાહને દિલ્હીના બાદશાહ હુમાયુ સાથે લડાઈ જાગતાં બહાદુરશાહે પોર્ટુગીઝની મદદ માગી, અને બદલામાં