________________ 160 હિંદુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. માં સ્થાપન થઈ. તેમાં કાનડી, દક્ષણી, મલ્યાળી, સિંહાલી, બંગાળી, પેગુ, ચિની, જાપાની વગેરે સર્વ જાતિના વિદ્યાર્થીઓ હતા, અને તેમની સંખ્યા શરૂઆતમાં આસરે ત્રણ હજારની હતી. આ પાઠશાળા ઉપર સને 1548 માં કામાર્ટની નિમણુક થઈ ત્યારે તેને એવું થઈ આવ્યું કે એકદમ આખું હિંદુસ્તાન ખાઈ જાઉં કે ગળી જાઉં, પણ પરધર્મી લકે ઉપર જુલમ કરવાની રાજાની પરવાનગી નહીં હોવાથી, તેવી પરવાનગી મેળવવા સારૂ કોલેજના વ્યવસ્થાપકે એ મુદામ એક ગૃહસ્થને યુરોપ મોકલ્યો. આથી આ કામમાં જરૂર હોય તેટલે અધિકાર તેમને રાજા તરફથી મળે, એટલે જે દેશીઓ ખુશીથી ખ્રિસ્તી ધર્મ નહીં સ્વીકારે તે તેમને જબરદસ્તીથી તેમ કરવા ફરજ પાડવી એવી છૂટ મળી. આ હકીકત ગોવાના લેકેની જાણમાં આવી કે તરતજ હિંદ લેકે શહેર છોડી ચાલ્યા ગયા, ત્યારે પાદરીઓનાં આ કૃત્ય માટે પોર્ટુગીઝ વેપારીઓને ઘણો ક્રોધ ઉત્પન્ન થયા, કેમકે હિંદુઓના જવાથી તેમને વેપાર બેસી ગયા. આ વેળા ગોવાની સેનેટ એટલે મ્યુનિસિપાલિટીએ સને 1546 માં એક પત્ર વાઈસયને લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે “અમે માફી માગી એવું કહેવા ઈચ્છા રાખીએ છીએ કે પરધર્મી વેપારી તથા શહેરીઓ વગેરે સર્વ લેકેએ આ કર્જ આપ્યું છે. પણ જ્યારે આપણી પાસેના કેટલાક નવરા ધાર્મિક પુરૂષોએ હિંદુસ્તાનના લકે કંઈ પણ કામના નથી, તેઓને આપણું રાજ્યમાં રહેવા દેવા ઈષ્ટ નથી, તેઓને હદપાર કરવા જોઈએ એવા પ્રકારની સમજુત આપણે રાજાને કરેલી હોવાથી પરિણામ ખરાબ આવવા સંભવ છે.” પરંતુ આ કામમાં ધર્માધિકારીઓના આગ્રહ આગળ ખુદ વાઈ સયનું પણ કંઈ ચાલ્યું નહીં, અને તેને રાજા તરફથી આવેલે હુકમ પ્રસિદ્ધ કરે પડે. એ હુકમનું તાત્પર્ય નીચે પ્રમાણે હતું - 1. આપણું રાજ્યમાં મૂર્તિપૂજા બંધ કરવી એ ખ્રિસ્તી રાજ્યનું કર્તવ્ય છે. 2. આપણા રાજ્યમાં મૂર્તિપૂજકોને પિતાને ધર્માચાર પાળવાની પૂર્ણ છૂટ છે એ જાણી અને અત્યંત ખેદ થાય છે. 3. અમારું એવું ફરમાન છે કે સઘળી મૂર્તિઓ ભાંગી નાંખવી અને મૂર્તિ તૈયાર કરનાર કારીગરોને શિક્ષા કરવી,