________________ પ્રકરણ : કું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 163 કેંસ નહોતા ત્યાં બ્રાહ્મણેએ મેળા ભર્યા. આખરે ખ્રિસ્તીઓના જુલમથી ત્રાસી જઈ તેઓએ વસઈ પાસેના રાનમાં આવેલું એક એકાંત તળાવ શોધી કહયું, અને ત્યાં કેટલેક વખત સુધી દેહ શુદ્ધીનું કામ ગુપ્તપણે ચલાવ્યું. આ હકીકત અન્ય લેકોના જાણમાં આવતાં પોર્ટુગીઝ સિપાઈઓએ બ્રાહ્મણો ઉપર હલ્લે કરી તેમને ત્યાંથી નસાડી મુક્યા. એ વેળા ખ્રીસ્તી થયેલ પણ પુનઃ હિંદુ ધર્મમાં આવેલ એક વેરાગી નિર્ભયપણે પોર્ટુગીઝોની સામા થયો એટલે તેઓ વધારે ઉશ્કેરાઈ ગયા, અને તેને તેજ જગ્યા ઉપર વધ કર્યો, અને ગાય મારી તેનું માંસ તથા રક્ત તળાવમાં તેમજ આસપાસ નાંખી સઘળું અપવિત્ર કર્યું. (આગસ્ટ ૧પ૬૪). સને 1578 માં જેyઈટ લેકેએ સાષ્ટીમાં બે આખાં ગામ વટલાવ્યાં તેમાં કુલ્લે દસ હજાર માણસોને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર પડે. બીજે વર્ષે વાંદરામાં બે હજાર કેળી લેકે વટલી ગયા. આવી રીતે દરસાલ કેટલા હિંદુઓએ પરધર્મ સ્વીકાર્યો તેની ગણતરી કરવી મુશ્કેલ છે, પરંતુ આવડી મોટી સંખ્યાએ સ્વધર્મ છે છતાં હિંદુધર્મ આજે હસ્તીમાં છે એજ એક આશ્ચર્યની વાત છે. પોર્ટુગીઝોની સત્તા બળવાન હતી ત્યારે ડોમીનિકન, ફેંન્સિસ્કન, જેyઈટ અને સેન્ટ ઑગસ્ટાઈન એવા ચાર પંથના ધર્મગુરૂઓ ગે.વામાં આવી વસ્યા હતા, અને હિંદુ મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાને જાણે વેપાર માંડ્યો હતો. આવાજ કંઈ કામની ખટપટમાં કોમોન્સ (Comoens) નામને પ્રસિદ્ધ પોર્ટુગીઝ કવિ સને ૧૫૫૩માં અહીં આવ્યો હતો. ગોવામાં કેટલાંક વર્ષ રહ્યા પછી તે ચીનમાં આવેલા મકાવ બંદરે ગય; ત્યાંથી સને 1581 માં પાછે ગે આવી તે ચલમાં જાહેર બાંધકામ ખાતાનો ઉપરી થયું હતું. આ પ્રમાણે સોળ વર્ષ પૂર્વમાં રહી તે પાછો યુરોપમાં ગયો. એણે લખેલા ઉત્કૃષ્ટ ગ્રંથે હજી પણ જગદ્રિખ્યાત છે. 8, પોર્ટુગીઝની ભૂલને બીજાઓને મળેલો લાભ –સોળમા સૈકાના પહેલા પચાસ વર્ષમાં પોર્ટુગીઝ એશિયામાં વિશેષ આબાદ થયા હતા. આફ્રિકાના દક્ષિણ છેડાથી જાપાન લગીને સઘળે કિનારે તેમના તાબામાં આવ્યું હતું. વાસ્તવિક રીતે તેમનું સ્વામિત્વ વેપાર ઉપર અવલંબી