________________ 146 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પચાસ હજાર રૂપીઆ થતા. વહાણેની એ સંખ્યામાં હિંદુસ્તાનમાં બધેિલાં તેમજ શત્રુ પાસેથી છીનવી લીધેલાં વહાણોને સમાવેશ થતો નથી. તે જે ગણીએ તે પિર્ટુગીઝ વેપારની સર્વોપરીનાં સે વર્ષમાં એક હજાર વહાણે કામે લાગ્યાં હતાં એવું કહી શકાય. દર સાલ વીસ જહાજ ભરીને માલ પોર્ટુગલમાં આવતો. વાસ્કેડ ગામાની પહેલી સફરથી થએલી આવક ખર્ચના સાઠ પટ જેટલી હતી, તે આપણે ઉપર વાંચી ગયા છીએ. કેબ્રલ સને 1501 માં મસાલા, સુગંધી વસાણાં, ચીનાઈ વાસણ, મોતી તથા જવાહર વગેરે માલ ભરી લાવ્યો હતો. એવી જ મુલ્યવાન વસ્તુઓ દર પે હિંદ તરફથી યુરોપમાં કેટલી ગઈ હશે તેની ગણતરી નથી, પણ દર સફરના હેવાલમાં તેનું કેટલુંક વર્ણન આપણે કરી ગયા છીએ. આ સિવાય બંદરોબંદર જે વેપાર ચાલતે તે જુદો. આ સઘળા વેપારમાં મુખ્ય કિફાયતી માલ અફીણ હતું. એકજ વહાણ મારફત યુરોપમાં જે માલ જતો તેની ઉત્પન્ન સરાસરી આસરે એક લાખ પડ એટલે દસ લાખ રૂપીઆ થતી. આમાં મોતી તથા બીજાં જવાહીર દાખલ કર્યા નથી, કેમકે અસલ યાદી વિના જવાહરની કિમત આંકવી અશક્ય છે. વળી ગવાથી ચીન, જાપાન લગી માલ લઈ જવાનું એક વહાણનું ભાડું 22,500 પૈડ એટલે સવાબે લાખ રૂપીઆ પડતું; અને ગેવાથી ઝાંબિક સુધીના 54,000 રૂપીઆ થતું. આ ઉપરાંત ખાનગી વેપારમાંથી જે નફે મળતે તે જુદે. ચાંચીઆઓની લૂંટથી, તથા અન્ય લેકનાં પકડેલાં વહાણો તથા માલ લીલામ કરી વેચવાથી, જે ઉપજ થતી તેને અડસટ્ટો કહાડવાનું અનુકૂળ નથી. પણ કઈક વહાણના કપ્તાને બે વર્ષના અરસામાં આવા ધંધામાં 11 લાખ રૂપીઆ મેળવ્યાના દાખલા મળી આવે છે. આખા કિનારા ઉપરના પ્રદેશના રાજાઓ તરફથી મળતી ખંડણી, તથા ગેવા, દીવ અને મલાક્કામાંની જકાત એ સઘળાની કુલ ઉપજ દર સાલ બાર લાખ રૂપીઆ હતી. આ સઘળાં સાધન મારફત મળતી નાણાંમાંથી પિર્ટુગલના રાજાને પ્રતિવર્ષ પિતાના હીસ્સાના 22,50,000 રૂપી મળતા. આ ઉપરાંત તેને હિંદુસ્તાનમાંથી દર સાલ સુમારે 15,50,000 રૂપીઆ વસુલ આવતું * આ કરતાં પણ વધુ * આ પુસ્તકમાં પિંડના દસ રૂપિઆને ભાવે આંકડા મુકયા છે. - *