________________ 156 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. નહીં. વેદના ભગવ્યા પછી પકડાએલે શમ્સ કેલિક પંથ સ્વીકારવાની કબૂલાત આપવાને તૈયાર થાય તે તેની સઘળી માલમત્તા જપ્ત કરવામાં આવતી, અને શરીરમાં કફની પહેરાવી છોડવામાં આવતું. અંધારી કોટડીને પ્રયોગ તેના ઉપર નિષ્ફળ જાય તે તેને અગ્નિકુંડમાં નાંખતા. જે એકજ સાક્ષીદર મળે તે તેના પગમાં લેખંડનાં કડાં ઘાલવામાં આવતાં. આ કામ અંધારી કોટડીમાં થતું. આરોપીને વકીલ કરવા દેવામાં આવતે નહીં, તેમ સાક્ષીઓની જુબાની તેના દેખતાં લેવામાં આવતી નહીં. આરોપી સ્ત્રી હોય, પુરૂષ હાય, કિંવા કુમારિકા હોય, પણ તેને નગ્ન હાલતમાં વાંસની માચી ઉપર સુવાડી પાણી, અગ્નિ, ખીલા, અને નાના તરેહનાં યંત્ર વગેરેથી તેની નસો દબાય તેટલી દબાવવામાં આવતી, તેનાં હાડકાં ભાંગવામાં આવતાં અને જીવ નહીં જાય તેવી સઘળી વ્યથા કરવામાં આવતી. ચાલુ પંદર વર્ષ લગી આવી અસહ્ય વેદના ભોગવેલા આરોપીની અગ્નિકુંડમાં આહુતી આપ્યાના દાખલા મોજુદ છે. કેટલીકવાર શિક્ષા પામેલા અનેક કેદીઓને આવી રીતે ઘણો વખત રાખ્યા પછી તેમની ઘીસ કહાડી અગ્નિકુંડમાં હોમવામાં આવતા. આ પ્રસંગે રાજા, સરદાર દરકદાર ધર્માધિકારીઓ, વગેરે અસંખ્ય લેકે આ દેખાવ જેવા હાજર રહેતા. કેટલીકવાર આરોપીની જીભ મહેડું ઉઘાડતાં બહાર નીકળી નહીં શકે તેવી રીતે બાંધી લઈ તેની આગળ ઉત્તમ પકવાન મુકવામાં આવતાં, અને તેને હાલ જોઈ એકઠા થયેલા અધિકારીઓ આનંદ માનતા. સ્પેનમાંની આ સંસ્થાના પહેલા અધ્યક્ષ ટર્વિમાડા એકલાએ પિતાની અઢાર વર્ષની કારકિર્દીમાં 1,14,401 લેકેને જુદી જુદી તરેહની શિક્ષા કરી અસંખ્ય કુટુંબોને કચડઘાણ કહાડી નાંખ્યો હતો. આવી જ કંઈક પદ્ધતિ હિંદુસ્તાનમાંના લેકેને વટલાવવા માટે પોર્ટુગીઝેએ પિતાના રાજ્યમાં દાખલ કરી હતી. 7. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેના પ્રયત્ન–વાઢે ડગામા હિંદુસ્તાન આવ્યો ત્યારે આ દેશના લેકને ખ્રિસ્તી બનાવવાની પર્ટુગીઝ : લેકેને મેટી ઉમેદ હતી. એ લેકે ઘણાખરા ખ્રિસ્તી જ છે એવું તેઓ શરૂઆતમાં સમજતા. મલબાર કિનારા ઉપર નેસ્ટરિઅન ખ્રિસ્તી ઘણાં