________________ પ્રકરણ 6 હું ] પેર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 155 વર્ણન પણ થઈ શકતું નથી. ઘાતકી અધિકારીઓના જુલમમાંથી ઈશ્વર આપણને છોડવે એવી કરૂણુજનક પ્રાર્થના કરવા હિંદુ અને મુસલમાન ધર્મના લેકે આબુકર્કની કબર આગળ જતા. પોર્ટુગીઝ લેકને રાજ્ય સ્થાપવું હતું, પણ તે માટે જરૂરનાં માણસ તથા પૈસે તેમની પાસે નહીં હતાં, એટલે એ ખોટ પુરી પાડવાને કુર રીતે તેઓ વર્તતા હતા. 6. ધર્મમતસંશોધક પદ્ધતિ –પેન અને પોર્ટુગલ દેશમાં ભયં. કર પ્રકારને ધર્મચ્છળ ચાલતા હતાલેકને ધર્મની બાબતમાં કેવો મત છે તે તપાસવા તથા તે બાબતમાં ગુન્હેગાર ઠરે તેમને શાસન કરવા ઈકવિઝીશન (Inquisition) નામની એક સંસ્થા સ્થાપવામાં આવી હતી. સોળમા સૈકામાં આખા યુરોપમાં ધર્મ સંબંધી સુધારો શરૂ થવાથી રોમન કેપૅલિક પંથ પાછળ પડી ગયે, ત્યારે રાજા તથા ધર્માધિકારીઓ એ પંથના હોવાથી નવા પંથનો ઉચ્છેદ કરવાની મતલબથી આ ન્યાયમંડળ સ્થાપવામાં આવ્યું હતું. વાસ્તવિકરીતે એને મૂળ ઉદેશ વિધમાં લેકને શાસન કરવાનું હતું, પણ યુરોપમાં એકજ ધર્મના પણ ભિન્ન પંથના લેકે ઉપર પણ એને પ્રયોગ ચાલું થયો હતો. આ શાસનમંડળની સંસ્થા પોર્ટુગીઝ લેકેએ હિંદુસ્તાનમાંના પિતાના રાજ્યમાં શરૂ કરેલી હેવાથી અહીં તેનાથી કેટલે ઘર અનર્થ થયો હતો તે બરાબર સમજવા માટે યુરોપમાં એ સંસ્થાનું વર્તન કેવું હતું તે આપણે જોઈએ. આ અપૂર્વ ન્યાયાધીશી ઉપર કોઈનો પણ વિવાદ ચાલતા નહીં. તેના જાસુસે ગુપ્તપણે દરેક કુટુંબમાં રહી કેને કેવો મત છે તેની બાતમી કહાડતા, અને એ હકીકત ઉપરથી ન્યાયાધીશે લોકોને તેમના મત માટે શિક્ષા કરતા. પ્રત્યક્ષ કૃત્ય માટેજ શિક્ષા કરી શકાય પણ મતને માટે નહીં એવો કાયદાનો મુખ્ય આશય આ ન્યાયાધીશીએ દૂર મુક્યો હતે. માત્ર સંશય ઉપરથી કોઈ જે પકડયો તે તે કેથલિક ધર્મ સ્વીકારવાનું કબૂલ કરે નહીં ત્યાં સુધી ન્યાયાધીશ તરફથી અનેક પ્રકારની વ્યથા તેના ઉપર કરવામાં આવતી, અને કેટલીકવાર તેઓ તેને જીવતે બાળી મુકતા. બે સાક્ષી હેય તે અંધારી કોટડી, ઉપવાસ વગેરેની શિક્ષા કરવાને ન્યાયાધીશો અચકાતા