________________ પ્રકરણ : હું ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 153 એવાં લગ્ન કરાવી આપનારને બક્ષીસ મળતી અને પરણનાર પુરુષને રાજ્યમાં નેકરી મળતી. આ રીતે વટલે પ્રજા દેશમાં પુષ્કળ વધી, તેને લીધે આવક કરતાં ખર્ચ વધી ગયે, છતાં એ વ્યવસ્થા જારી રાખવા ધર્માધિકારીઓ ઘણુજ આગ્રહી હતા. આ વટલેલ લેકે ગર્વિષ્ટ તડાકા મારનારા અને આળસુ હતા, અને નોકરી આપી તેમનું પિષણ કરવાને ખર્ચ વિનાકારણ સરકારને માથે પડતો. વખત જતાં પોર્ટુગીઝ સરકારને નાણાંની તંગી પડવા લાગી ત્યારે પોર્ટુગીઝે તેમજ તેમની વટલે પ્રજા એક બંડખોર લશ્કર જેવાં થઈ બેઠાં. તેઓ પિતાની બંદુક રાજાઓને વેચતા, અને પેટ ભરવા માટે ગમે તેવું નીચ કૃત્ય કરતાં અચકાતા નહીં. એ લેકે અહરનિશ દ્વાર આગળ આવી ભીખ માગે છે; એટલુંજ જે તેઓ કરતે તે કંઈ હરકત નહોતી, પણ તેઓ આપણે બારણે ન આવતાં મુસલમાનેને બારણે જઈ ભિક્ષા માગે છે, તે કઈ પણ પ્રકારે એવા લેકોને લશ્કરી નોકર ગણી તેમને પગાર ચાલુ કરવો.” આવી સિફારસ સને 1548 માં ગાવાની સરકાર તરફથી પોર્ટુગલના રાજાને કરવામાં આવી હતી, પણ તેમના હાથમાં પૈસા આવતાં તેઓ તરતજ જુગારમાં ઉડાવતા. આ સઘળી હકીકત સને 1580 ની અગાડીની છે. એ વર્ષમાં સ્પેન અને પોર્ટુગલ એકત્ર થતાં પરિણામમાં પિગીઝ રાજ્યને અનેક અડચણો આવી. યુરોપમાં સ્પેનને કરવી પડેલી ભાંજગડને લીધે હિંદુસ્તાનમાંના પિગીઝ રાજ્યની વ્યવસ્થા સારી રહી નહીં. આફ્રિકાથી ગુલામ લાવી દેશમાં ભરવાને પ્રચાર શરૂ થવાથી સઘળો આધાર ગુલામો ઉપર રહેવા માંડયો. પિર્ટુગીઝ પોતે કંઈપણ કામ કરવામાં નાલાયક નીવડ્યા, અને રાજ્યના બંદોબસ્ત સઘળો બોજો દેશી સિપાઈઓને માથે પડે. લિસ્બન અને ગોવાના લશ્કરી અમલદારો કાગળ ઉપર સત્તર હજાર માણસના લશ્કરનો ખર્ચ બતાવી ખરેખર ચાર હજાર માણસો નોકરીમાં રાખતા. આવી અવ્યવસ્થા શરૂ થતાં દેશી સિપાઈઓના હાથમાં જે સત્તા આવી તે લઈ લેવા માટે પોર્ટુગીઝને મહા પ્રયાસ કરવો પડયો. 5, પિગીનું કુરપણું-પરધર્મીઓ તરફ અતિશય દુરપણે