________________ ૧૫ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. બેસી ભિક્ષા માગવા જાય છે, અને સાથે નેકર ઘરમાં જઈ ભિક્ષા લઈ આવે છે.” જે જે જગ્યાએ પોર્ટુગીઝેએ પિતાનાં રાજ્ય સ્થાપ્યાં હતાં ત્યાં ત્યાં આજ ઠાઠ હસ્તીમાં આવ્યો હતો, અને તેનું પરિણામ પણ તેવું જ આવ્યું હતું. પોર્ટુગીઝ રાષ્ટ્ર નાનું હેવાથી તે દેશથી અહીં જોઈએ તેટલા લેકે આવી શકતા નહીં. શરૂઆતનાં સો બસ વર્ષમાં ઘણું તે આઠ હજાર પાટુંગીઝ હિંદુસ્તાનમાં આવ્યા હશે. અહીં રહી રાજયનો પાયે મજબૂત કરવાનું એટલાં થોડાં માણસ માટે અસંભવિત હતું, તેથી દેશી લેકને થોડી ઘણી કવાયત શીખવી તેમની જ તૈયાર કરવાની જરૂર તેમને પહેલેથી જ જણાવવા લાગી. શરૂઆતમાં થએલી મોટી લડાઈઓમાં દેશી લશ્કર હજાર બે હજારથી વધારે કદી પણ હતું નહીં, પણ ધીમે ધીમે તેની સંખ્યા વધવા માંડી. ઘેડેસ્વારમાં યુરોપિઅન લેકે રહેતા, અને પાયદળમાં દેશીઓને દાખલ કરવામાં આવતા. લશ્કરમાં સધળા અમલદારો પોર્ટુગીઝ હતા; દેશીઓને પણ મોટા ઓદ્ધા મળતા. એ સમયે કવાયતમાં તથા હથીઆર વાપરવામાં દેશીઓ યુરોપિઅને કરતાં કોઈપણ પ્રકારે ઓછા નિપુણ નહોતા. એ વેળા ગુલામોની કિમત ઘણી ઓછી હતી. બંગાળામાં એક પુરૂષના 7 રૂપીઆ (14 શિલિંગ) પડતા, અને સ્ત્રી તરૂણ અને સુંદર હોય તે તેની બમણી કિંમત પડતી. માનવી પ્રાણીની આટલી થેડી કિ મત એ પણ એક વિલક્ષણ બનાવે છે ! ન્યુને ડકુનાએ સને 1530 માં એડન ઉપર સ્વારી કરી ત્યારે તેની સાથે ઘણાંખરાં નાનાં અને હિંદુસ્તાનમાંજ તૈયાર કરેલાં 400 વહાણો, 3600 પોર્ટુગીઝ સિપાઈ, 1460 પિર્ટુગીઝ ખલાસીઓ, 2000 દેશી સિપાઈ, 5000 દેશી ખલાસી તથા 8000 ગુલામો હતા. આવડી મોટી પાર્ટુગીઝ ફોજ અગાઉ કદી પણ બહાર પડી નહતી. પોર્ટુગીઝ લેકે પાયદળમાં નોકરી કરવા નાખુશ હોવાથી પિતાના ભરોસાનાં માણસોની સંખ્યા વધારવા માટે આબુકર્ક વિપિઅન પુરૂષનાં દેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરાવી આપવાની યુક્તિ કરી.