________________ પ્રકરણ હું ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. .14 રકમ પોર્ટુગીઝ સરકારને મળવી જોઈતી હતી, પણ અનેક અધિકારીના હાથમાં થઈને વસુલ પસાર થતું હોવાથી તેમાંથી દરેકને ભાગ પડત. પિતાની પ્રજા વેપાર ધંધો કરી ફાયદો મેળવે એવી પર્ટુગીઝ સરકારની ઈચ્છા હતી, પરંતુ એવા ધંધામાં અનેક સંકટો નડતાં હોવાથી તેની મદદ વિના કઈ પણ નવે ઠેકાણે ખાનગી વેપાર શરૂ કરવાનું તેમને માટે અશક્ય હતું. મસાલાના વેપારને ઈજારે દરસાલ સાડાચાર લાખ રૂપીઆ આપવાના કરારથી, અને ઈતર વેપારને 15 લાખ આપવાના કરારથી પિોર્ટુગલના રાજાએ વેપારીએને આપી દીધો હતો. ઉપર કહેલા સાડી બાવીસ લાખમાં આ રકમ ઉમેરતાં પોર્ટુગલના રાજાની બારમાસની આવક 42 લાખ રૂપીઆ થવા જતી, આટલે બધે નફે થ તે સઘળો લશ્કરના કામમાં વપરાઈ જતો. ખાનગી વેપારને સરકાર તરફથી ઉત્તેજન મળતું પણ તેના ઉપર સત્તાધિકારીની દેખરેખને અભાવે વેપારીઓ પિતાને ફાયદો શોધવામાં સરકારનું તથા બીજા લેકેનું મરછમાં આવે તેટલું નુકસાન કરતા. સરકારને માટે જુદે જુદે બંદરેથી માલ ખરીદ કરતી વેળા તેઓ ગમે તેટલે મેં ભાવ આપતા, પણ પિતાને માટે માલ લેવાનું હોય તે લેકે ઉપર જુલમ કરી તેઓ ઘણેજ સસ્ત દરે લેતા. “જ્યાં સુધી કપ્તાન તથા બીજા અધિકારીઓને ખાનગી વેપાર કરવાની છૂટ રહેશે ત્યાં સુધી તમારા ફાયદા ઉપર કોઈ પણ લક્ષ આપશે નહીં.” એવા આશયના પત્ર વારંવાર પોર્ટુગલના રાજાને હિંદુસ્તાનમાંથી મળતા. કેાઈ દરબારમાં પોર્ટુગીઝ વકીલ રાખવામાં આવ્યો તે તે પ્રથમ પિતાનું ગજવું તર કરતા હોવાથી ત્યાં પોર્ટુગીઝ સરકારનું કંઈ પણ વજન પડતું નહીં. વહાણના અમલદારો પણ પિતાને માલ વેચ્યા પછીજ સરકારી માલની વ્યવસ્થા કરતા. સને ૧૫૩૦માં એક કપ્તાને મલબારથી બંગાળ લગી સફર કરી તેટલામાં તેની પિતાની આવક રૂ. 24,500 થઈ પણ સરકારની ફક્ત 780 રૂપીઆ થઈ. આ સમયના પિર્ટગીઝ ઇતિહાસમાં આવા અનેક દાખલાઓ મળી આવે છે. એકાદ સફરમાં નસીબને જેરે કેટલાકને તે એટલે બધે ફાયદે થતું કે તેથી તેમની આખી જીદગીનું દારિદ્ર ધોવાઈ જતું. કઈ કઈ વાર કસુરને માટે એકાદ અમલ