________________ 144 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. દૂર દૂરના પ્રદેશે તમારા તાબામાં આપીશ” એવું બાઈબલનું વચન ખરું પડયું હોય એમ યુરોપના લેકે સોળમા સૈકામાં સમજવા લાગ્યા. હિંદુસ્તાનમાં મુસલમાનોનું રાજ્ય સ્થાપન થયું ત્યારે તે લેકે પિતાના ધર્મનો પ્રચાર કરવા આવ્યા હતા, અને તેમ કરવામાં લેકે ઉપર નાના પ્રકારના જુલમ કર્યા હતા એ આપણે મુસલમાનના ઈતિહાસ ઉપરથી જાણીએ છીએ. પણ ખ્રિસ્તી લેકે તેમના જેવા કઠોર હૃદયના નથી અને ધર્મની બાબતમાં લેકે ઉપર જુલમ કરે નહીં એવું જે કઈ કહે તે તેને માટે આપણે એટલું જ કહીશું કે તે તે વેળાનો ઈતિહાસ બરાબર સમજે નથી. ધર્મની બાબત ગુપ્ત રાખી વેપાર તથા સંપત્તિ મેળવવાને હેતુ ખ્રિસ્તી લોકોને પાર પાડવાને હતા. રાજા ઇન્મેન્યુઅલ સને 150 ૦માં કેબલના આરમાર સાથે કેટલાક પાદરીઓને આ દેશમાં મોકલ્યા હતા, અને તેમને નીચે પ્રમાણે સૂચના આપી હતીઃ-મુસલમાને ઉપર તથા અન્ય પરધર્મીઓ ઉપર તલવાર ચલાવવા પહેલાં તેમને ખ્રિસ્તી ધર્મની ગોળીઓ ગળાવવી, અર્થાત્ બાઇબલનો ઉપદેશ કરી એ ધર્મ સ્વીકારવાનું તેમને કહેવું. એ વાત જે તેઓ નાકબૂલ કરે, અને વેપારની આપ લે કરવા ઉત્સુક ન હોય તે જ તેમના ઉપર તલવાર તથા બંદુકની અજમાયશ કરી તેમને નાશ કરવો. ધર્મનું તથા સંસ્કૃતિનું નામ આગળ ધરી યુરોપિઅન રાજ્યએ સર્વ પૃથ્વી ઉપર મોટે દિગ્વિજય ગજાવી મુકે છે, પણ તેમના એ સઘળા પ્રયાસના મૂળમાં કેવળ સ્વાર્થ સમાયેલું હતું એમ હંટર સરખા ઇતિહાસકાર પણ કબૂલ કરે છે. સઘળો વેપાર પિતાના તાબામાં લેવા માટેની પોર્ટુગીઝ લેકની પદ્ધતિ હેઠળ લખ્યા પ્રમાણેની હતી. એકાદ રાજાને અથવા અધિકારીને જીત્યા પછી તેને પોર્ટુગલના રાજાને શરણે લાવી, વખાર તથા કિલ્લા બાંધવાને જગ્યાની બક્ષિસ આપવાની, અને દર સાલ ખંડણી ઉપરાંત ફેજ વગેરેને ખર્ચ આપવાની શરતે, પાર્ટુગીઝ અમલદારે તેની પાસે સામાન્ય રીતે તહનામાં કરાવી લેતા. રાતા સમુદ્રથી મલાક્કા પર્વતના કિનારા ઉપરના સઘળા અધિકારીઓ સાથે આવા પ્રકારનાં તહર્ટુિગીઝોએ કર્યા હતાં. આવાં તહ