________________ પ્રકરણ 6 . ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 141 સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયો છે. હવે પછીનાં બેત્રણ વર્ષમાં પોર્ટુગીઝ લેકેએ ખુલ્લી રીતે યુદ્ધની તૈયારી કરી આરબેની સત્તાને નાશ કર્યો, અને મલબાર કિનારા ઉપર પોતાને અનુકૂળ પડે તેવી ગોઠવણે કરી. આટલા ટુંક સમયના અરસામાં કોઈ પણ રાજ્ય આ મહાન વિજય મેળવ્યાના દાખલા ઇતિહાસમાં ઘણું નથી. નવીન દેશ શોધી કહાડવા માટે યુરોપમાં જે આનંદ થયો તેમાં ફક્ત પિર્ટુગીઝ રાજ્યની વિલક્ષણ શકિત દુનીઆની જાણમાં આવી. એમના પૂર્વ તરફના સંચારથી માત્ર મુસલમાનનોજ વેપાર બુડે તેમ નહોતું. વેનિસ, જીન વગેરે ભૂમધ્ય સમુદ્ર ઉપરનાં રાજ્યને પણ તેથી સખત ઘેઠે પહોંચે. હિંદમાં પોર્ટુગીઝનું રાજ્ય સ્થપાયાથી એક મોટી નવી જવાબદારી રાજા ઈમૈન્યુઅલને માથે આવી પડી. જે એ રાજ્ય હમેશને માટે રાખવું જ હોય તે ત્યાંની રાજ્યવ્યવસ્વથા દરેક ગવર્નરની મરજી અન્વયે ફેરવવી બીનઉપયોગી છે, અને તે એક વખતે નક્કી કરાવવી જોઈએ એવો વિચાર રાજાને આવવાથી તેણે આભીડાને ગવર્નર તરકે મેકલી તેને સૂચના કરી કે તેણે (1) આફ્રિકાના કિનારા ઉપર મજબૂત કાઠીઓ નાંખી ત્યાં પોર્ટુગીઝની સત્તાને પાયો કાયમ કરવો, (2) મલબાર કિનારા ઉપરનાં બંદરે પિતાના તાબામાં લઈ ત્યાં મજબૂત વખારો ખોલવી, તથા (3) આરબોનું દરીઆઈ બળ રાતા સમુદ્રમાંથી જ નષ્ટ કરવું. હિંદુસ્તાનને વેપાર હાથ કરવા માટે આજ પર્યત જે પ્રયત્ન યુરોપિયન રાજ્યોએ કર્યા તેમાં રાતા સમુદ્રમાં તથા તેના બને કિનારા ઉપરના પ્રદેશમાં મુસલમાને જ સર્વોપરી રહ્યા. પણ ભૂમધ્ય સમુદ્રમાં આખરે સ્પેન અને પર્ટુગલને યશ મળ્યો. આગળ ઉપર આ ઝગડે અરબી સમુદ્રમાં ચાલનાર હતા તેમાં પિતે ટકી શકશે નહીં એવું પિપ તેમજ કેટલાંક ખ્રિસ્તી રાજ્યોને લાગતું હતું. પણ માત્ર ઇમૈન્યુઅલ રાજાને અભિપ્રાય જુદો હતો. તેણે બહાદુરીથી પિતાને પ્રયત્ન જારી રાખ્યો અને આખરે યશ મેળવ્યો. આલ્પીડા તથા તેના પરાક્રમી પુત્રએ આરબી સમુદ્ર ઉપર કરેલા મુસલમાનોના સખત પરાભવ પછી સો વર્ષ લગી એ પિર્ટુગીઝજ બળવાન રહ્યા હતા. એ અરસામાં મુસલમાને ઇજીપ જીતવાના