________________ પ્રકરણ 6 કું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 139 પણ વિજય મળે. આ ઉપરથી કોઈ પણ પ્રદેશમાં સ્થાયી રાજ્યવ્યવસ્થાની કેટલી આવશ્યક્તા છે તે સહજ સમજાશે. 2. પિગીની વેપાર વધારવાની યુક્તિ તથા આરબાની પડતી –જે વેળા પોર્ટુગીઝ હિંદુસ્તાન આવ્યા તે સમયે તેમને માટે ઘણો અનુકૂળ હતે. મેગલનું પ્રબળ રાજ્ય આ દેશમાં સ્થાપન થયું નહોતું, અને જ્યાં ત્યાં ગેરવ્યવસ્થા તથા લુચ્ચાઈ ડોંગાઈ ચાલતાં હતાં. (મુસલમાની રિયાસત જુઓ.) વળી મલબાર કિનારા ઉપર જ્યાં તેઓ પ્રથમ ઉતર્યા હતા તે જગ્યા પણ તેમને માટે સગવડભરેલી હતી. ભૂગોળીક દષ્ટીએ એટલે પ્રદેશ દેશના બાકીના ભાગથી છુટો પડી ગયેલ હોવાથી તેને કોઈ તરફની મદદ નહોતી, અને ત્યાં શું ચાલતું તેની કોઈને પરવા નહોતી. ત્યાં હજારો વર્ષ થયાં પરદેશી વેપારીઓની આવજાવ તથા લેવડદેવડ થતી હોવાથી આ નવા આવેલા પિર્ટુગીઝ વેપારીઓ રાજ્ય મેળવવામાં તથા સ્વધર્મની સ્થાપના કરવામાં સત્વરે કાશે એવું ત્યાંના લેકોને બીલકુલ લાગ્યું નહીં. ખ્રિસ્તી, યહુદી, મુસલમાન વગેરે અનેક પરદેશી વેપારીઓને આપણે ત્યાં આશ્રય આપવાથી આપણને ફાયદેજ મળશે એવી મલબારના લેકેની માન્યતા હોવાથી, પોર્ટુગીઝને કઈ તરફની પણ અડચણ આવી નહીં. એ કિનારા ઉપરનાં સઘળાં રાજ્યો પરદેશીઓ તરફ મમતાથી વર્તતાં, અને તેઓના ધર્મની બાબતમાં હાથ ન ઘાલતાં તેમને ટેકે આપી પિષણ કરતાં. સેન્ટ ટમસ નામને એક ખ્રિસ્તી મિશનરી અન્ય લોકોને સ્વધર્મના સિદ્ધાંત શિખવવાના હેતુથી આખા હિંદુસ્તાનમાં ફરતે હતિ. આખરે સને 68 માં મદ્રાસ આગળ તેને વધ થયે, ત્યારે તેના અનુયાયીઓ પૂર્વ તેમજ પશ્ચિમ કિનારા ઉપર પુષ્કળ થયા હતા. આજ ખ્રિસ્તીઓને રાજકીય હકને લેખ કરી આપવામાં આવ્યો હતે. મલબારમાંના નાયર લોકેની બરોબર સેન્ટ ટેમસ ખ્રિસ્તીઓને ગણવામાં આવતા, અને લશ્કરમાં પણ તેઓ જોડાતા. વિજયનગરના રાજ્યની નોકરીમાં એ ખ્રિસ્તીઓ ઘણા હતા. સને 144 માં વિજયનગરના રાજાનો મુખ્ય પ્રધાન એજ જાતનો