________________ 138 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જો. કેમકે રાતા સમુદ્ર તથા ઈરાનના અખાતમાંથી ગમે તે વહાણ હિંદુસ્તાન તરફ આવતું તે તેને અહીં અટકાવી શકાતું. આ પ્રમાણે દીવ, સિલેન અને મલાક્કા પોર્ટુગીઝોના હાથમાં હોવાથી મસાલાને સઘળે વેપાર તેમને હસ્તક ચાલતે. આ અનહદ કમાઈ કરવા માટે પર્ટુગીઝ વીરએ અપ્રતિમ ૌર્ય દાખવ્યું હતું, અને તેમનાં અનેક શર પુરૂષની યુદ્ધકળામાં નિપુણતા ગમે તે ઈતિહાસને શોભા આપે તેવી હતી. પરંતુ પોર્ટુગીઝેન આધાર માત્ર શાર્ય ઉપર નહે. કિનારા ઉપરના પ્રદેશના રાજાની તકરારમાં તથા અન્ય ખટપટમાં હાથ ઘાલી એક બાજુને મદદ કરીને, ગમે તેની સાથે યુદ્ધ અથવા તહ કરીને, તથા એવાં બીજા સાધન વડે પણ તેઓ પોતાને સ્વાર્થ સાધી લેતા. આ તેમના ગુણનું યથાર્થ દર્શન હવે પછીની હકીકત ઉપરથી થશે. બીજાઓની તકરારમાં દાખલ થઈ પિતાને ફાયદો મેળવી લેવાની પદ્ધતિ અન્ય યુરોપિયનોએ પણ ચલાવી હતી. દેશી લંકાની ફેજ તૈયાર કરી, તથા હિંદી રાજાઓની માંહોમાંહેની તકરારમાં ઝીંપલાવી તે મારફત પિતાને ફાયદે કરી લેવાનો ધંધે આદરવાથી પરદેશીઓ હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપી શકશે એ વિચાર પહેલે ડુપ્લેને આવ્યો હતો, એમ ઈતિહાસકારે કહે છે, પણ તેની અગાડી બસ વર્ષ ઉપર પિર્ટુગીઝ લેકેએ આ પ્રયોગ પ્રત્યક્ષ કરી બતાવ્યો હતો. વાસ્તવિક રીતે આ પ્રયોગની અજમાયશ પહેલવહેલી આબુકર્ક કરી એમ કહી શકાય. પરંતુ રાજ્ય પ્રકરણની આ કુંચી શોધી કહાડવાને કંઈ કારણ જ નહોતું. યુરોપિયન લેકે એ એશિયાખંડમાં પગ મુક્યો ત્યારથી જ આ પરિણામ અનિવાર્ય હતું. હિંદુસ્તાનમાં મોગલનું એકછત્રી રાજ્ય સ્થપાયું, તે પૂર્વે પચાસ વર્ષ ઉપર પોર્ટુગીઝો આ દેશમાં આવ્યા ત્યારે જ્યાં ત્યાં અંધાધુંધી ચાલતી હતી, એટલે તેઓની સામા ટક્કર ઝીલી શકે એવો કોઈ પણ સામર્થ્યવાન સત્તાધારી દેશમાં હતો નહીં. આથી પિર્ટ ગીઝાને પોતાને અમલ બેસાડવામાં અડચણ આવી નહીં. ત્યાર બાદ મોગલનું રાજ્ય બસો વર્ષ લગી ચાલ્યું, અને તેની પડતી થતાંજ અંગ્રેજ લેકે રાજ્ય પ્રાપ્તિના કામમાં ગુંથાયા, ત્યારે પિ ગીઝાની માફક તેમને