________________ પ્રકરણ 6 ટું. ] પોર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. 137 સારવાર યુરોપ ગયું હતું, અને અનેક તોફાનમાં 25 વર્ષ ટકી રહ્યું હતું. આટલા નાના ફાફલાની મદદથી 15,000 માઈલને કિનારે પોર્ટ ગીઝ લેકે એ કેવી રીતે પોતાના તાબામાં રાખ્યો એ એક મેટો પ્રશ્ન છે. એને ઉત્તર એટલેજ કે યોગ્ય લાગે તે ઠેકાણે તથા અનુકૂળ સમયેજ તેઓ પોતાનાં વહાણો સહિત હë કરતા; વિજય મળતાં તે જગ્યા કબજામાં લઈ ત્યાં લશ્કર ગોઠવી દેતા, અને હારી જતા તે ઝૂરપણુથી લેકને દહેશતમાં નાખી દરીઆ માર્ગ નાસી જઈ ક્ષિતિજ મર્યાદા બહાર નીકળી જતા. એશિયાના કિનારા ઉપરના લેકે આશ્ચર્યચકિત થતા કે આ શત્રુ સમુદ્રમાંથી ગુપ્તપણે ક્યારે આવે છે અને ક્યારે અદશ્ય થાય છે. એમના આવવા જવા બાબત તેઓ કંઈ પણ અનુમાન કરી શકતા નહીં, કેમકે આવું ભયંકર વેર લેનાર તથા શુરવીર શત્રુઓ એશિયાના લેકેએ પૂર્વે કદી અનુભવ્યા હતા નહીં. કિનારે કિનારેજ પોર્ટુગીઝોએ પિતાનાં થાણાં બેસાડેલાં હોવાથી પિાર્ટુગલની પડતી આવતાં તેમના પૂર્વના મુલકનું સંરક્ષણ કરવા માટે ઉપરની થેડી તૈયારી બસ હતી. જ્યાં સુધી તેમના જેવો જ કાફલો લઈ બીજા યુરોપિયન લેકે આ તરફ આવ્યા નહીં ત્યાં સુધી તેઓએ એશિયામાં સરસાઈ ભોગવી, પરંતુ અન્ય પ્રજાનું એ તરફ આગમન થતાં ત્યાંની પોર્ટુગીઝ સત્તા લય પામી. એટલા ઉપરથીજ એમનાં શૌર્ય તથા હુન્નર ઉતરતી પંક્તિનાં હતાં એમ સમજવાનું નથી. સને 1514 માં ઈમેન્યુઅલ રાજાએ રાતા સમુદ્ર તથા ઈરાનના અખાતનાં બંદરોની, તેના એક બીજા વચ્ચેનાં અંતરની, તેમજ ત્યાંનાં વહાણ લાંગરવાની જગ્યાની તપાસ કરવાનો હુકમ આપ્યો, ત્યારથી પિોર્ટુગીઝોની સામુદ્રિક શોધ શરૂ થઈ. એ પછીનાં સો વર્ષમાં તેઓએ ભૂગોળ તથા સમુદ્રને લગતી બાબતે માં પુષ્કળ માહિતી એકઠી કરી. યુદ્ધ સમયે આ માહિતી તેમને ઘણી જ ઉપયોગી થઈ. રાતા સમુદ્રનાં નાકાં ઉપર સિલેનને કિનારે તથા મલાક્કાની સામુદ્રધુની ઉપર કિલ્લેબંધી કરવાથી લંબાણ કિનારા ઉપર દેખરેખ રાખવાનું પર્ટુગીઝને બની આવ્યું. એડન તેમના કબજામાં નહોતું ત્યારે તેઓએ દીવ લીધું. આ નાનું બંદર પણ તેમને ઘણું જ ઉપયોગી નીવડયું.