________________ 140 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ખ્રિસ્તી હતા. ખ્રિસ્તીઓની માફક મલબારમાં મુસલમાનોનું પણ વિશેષ જેર હતું તે વિશે પાછળ કહેવામાં આવ્યું છે. આ કારણોને લીધે પર્ટુગીઝ કોને મલબારમાં સહેલાઈથી પ્રવેશ થયો, અને તેમના વેપારની આબાદાની થઈ. પહેલી ખેપે તેઓ યુરોપમાં જે માલ લાવ્યા તેમાંથી ખર્ચ કરતાં સાઠગણું આવક થઈ. પિર્ટુગલના રાજા તથા લેકેનું આવું નસીબ ખુલી ગયેલું જોઈ યુરોપનાં અન્ય રાજ્ય ચકિત થઈ ગયાં. પોર્ટુગીઝ સરકારે આ વેપાર જો કે પિતાનાજ તાબામાં રાખ્યું હતું છતાં તેની તરફથી કેટલીક સરતે મરછમાં આવે તે ખ્રિસ્તી પ્રજાને લિઅન આગળ પિતાનાં વહાણો મોકલી વેપાર કરવાની સવળતા કરી આપવામાં આવતી. આ સવળતાને ફાયદે પહેલાં પચાસ વર્ષમાં અંગ્રેજ વેપારીઓએ પુષ્કળ મેળવી લીધે. પોર્ટુગલના રાજાએ બે ચાર વેળા હિંદ તરફ કાફલા રવાના કર્યા પછી તેની એવી ખાતરી થઈ કે મલબાર કિનારા ઉપરનાં પાંચ છ બંદરેમાંથી માલ ભરી યુરોપમાં લાવવાથી વેપાર શાંતપણે ચાલશે. પરંતુ જો એમ નહીં કરતાં માત્ર કેલિકટના મુખ્ય બંદરમાંથી સઘળો વેપાર ચલાવવાનું હોય તે આરબ લેકેનું પ્રાબલ્ય તેડવાની વિશેષ જરૂર છે. આ પૈકી બીજે માર્ગ ઈમૈન્યુઅલ રાજાએ સ્વીકાર્યો. પોર્ટુગીઝ સરદાર કેબલે કોચીનમાં પહેલી વખાર સ્થાપી તેના રક્ષણ માટે રાજાએ વાસ્કો ડ ગામાના હાથ હેઠળ એક કાલે મેક હતે. વાસ્કો ડી ગામાની પહેલી સફર ફકત નવા પ્રદેશ શોધી કહાડવા માટેજ હતી, પણ તેની આ બીજી સફરમાં તેને પિર્ટુગીઝ વેપાર માટે મલબાર કિનારા ઉપર કાયમની ગોઠવણ કરવાની હતી. આ બન્ને કામ તેણે પૂર્ણપણે પાર પાડ્યાં. ઈ. સ. 1502 માં તેણે કૅલિકટ સર કરી આરબના એક આરમારનો નાશ કર્યો, તથા કોચીન, કાનાનુર, કલમ અને ભટકળ એ ચાર બંદરો સાથે વેપાર શરૂ કરી, તેમાંનાં બેમાં પિતાની વખારે ખેલી. આ વખારોના સંરક્ષણાર્થે તેણે કેટલાંક વહાણે અહીં રહેવા દીધાં, અને કાનાનુરની વખારમાં કેટલીક તોપ તથા દારૂગોળો રાખ્યાં. પરંતુ તેના આ સઘળા વિજ્યને પ્રતાપ તેનાં જુલ્મી કુથી