________________ પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પિર્ટુગીઝેનું રાજ્ય. 121 ઇમેન્યુઅલ રાજાની તેના તરફ ઈતરાજી થવાથી તેનાં સઘળાં કામ ઢંકાઈ ગયાં હતાં. જ્યારે હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ અમલદારેએ ઘણુજ સ્વેચ્છાચારી થઈ ઉપરીઓના હુકમે તરછોડી કહાવ્યા, તથા લાંચ લઈ કામ બરાબર કર્યું નહીં ત્યારે ચાલતી ગેરવ્યવસ્થાનો બંદોબસ્ત કરવા ગામાને આ દેશમાં મોકલવામાં આવ્યો. અહીં આવ્યા પછી તે ચલને કિલ્લો જોઈ ગે ગયે. ત્યાંના અધિકારી પસ્તાના વિરૂદ્ધ પુષ્કળ અરજીઓ થવાથી તેને ગામાએ એકદમ બરતરફ કર્યો; પછી કોચીન જઈ ત્યાંના પોર્ટુગીઝ અમલદારને રાજીનામું આપવા ફરજ પાડી. આવાં કૃત્યોથી ગામાને ધાક સારે બેઠે, પણ તે પિતાનું કામ પૂર્ણ કરતાં સુધી જીવ્યા નહીં. તે ઘણે વયોવૃદ્ધ હોવાથી સને ૧૫ર૪ ના ડીસેમ્બર માસમાં મરણ પામે. તેને કોચીનમાં દાટો હતો, પણ પાછળથી સને 1538 માં તેના પ્રેતને પોર્ટુગલ લઈ જવામાં આવ્યું. ગામાને ગુજરી જવા પછી બે વર્ષ સુધી ડૉમ હેનરી ડ મેનેઝીસે ગવર્નર તરીકે કામ કર્યું. તે સને ૧૫ર૬માં મરણ પામ્યો ત્યારે લેપ વાઝડ સેપે ગવર્નર થયો. પરંતુ એની સામે લેકેને બુમાડો ઘણો હતો, રાજ્યમાં અવ્યવસ્થા વધી ગઈ હતી અને કિલ્લા વગેરે બચાવનાં કામોની સ્થિતિ જોઈએ તેવી હતી નહીં. પિર્ટુગીઝ લેકએ વેનિસના વેપારને આડત્રે ફટકો લગાવ્યાથી તેઓ તરફ વેનિશિઅને અપાર ગુસ્સો ઉશ્કેરાયો હતો, અને વેર લેવા તેઓ તુર્કસ્તાનનાં મુસલમાની રાજ્ય સાથે મિત્રાચારી બાંધી, પોર્ટુગીઝને શેહ આપવા મથન કરી રહ્યા હતા. આ બાબતમાં તેઓ કંઈ પણ કરી શકે તે પહેલાં ઈજીપ્ત અને તુર્કસ્તાન વચ્ચે લડાઈ જાગી, યુદ્ધને અંતે ઈજીપ્ત તુર્કસ્તાનના તાબામાં ગયું; તેમ સિરીઆં અને અરેબીઆના મુલકો પણ તે દેશે છતી લીધા. આ ગડબડાટના સમયમાં તુર્ક સુલતાન સલીમ સને ૧પ૨૦ માં ગુજરી ગયો, અને તેને પુત્ર સુલેમાન તખ્તનશીન થયે. એ બાદશાહ ઘણે પરાક્રમ તથા ચાલાક હોવાથી હિંદુસ્તાનને લીધે પોર્ટુગીઝોનું મહત્વ કેટલું અને કેવી રીતે વધી ગયું હતું તે સંપૂર્ણ રીતે તે કળી શક્યો હતો, અને તેથી તેમને પ્રતિકાર કરવા માટે સુવેઝની સંગિભૂમી આગળ તેણે એક