________________ 124 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. બીજો પુત્ર સ્ટીફે ડ ગામા ગવર્નર થયો. એણે પિતાની હાકમી દરમિયાન રાતા સમુદ્રમાં એક સફર કરી. સને ૧૫૪રમાં એની જગ્યાએ અકૅન્સ ડ સુઝાએ આવી વિજાપૂરના આદિલશાહ સાથે તહ કરી ગયાની આસપાસ ને મુલક મેળવ્યું. સને 1545 માં ડેમ ન ડ કેસ્ટે ગવર્નર તરીકે હિંદમાં આવ્યા. એ ઘણો સભ્ય તથા પ્રમાણિક હેવાથીજ એને આ જગ્યા મળી હતી. હમણ હિંદુસ્તાન આવતા પર્ટુગીઝ અમલદારે ગમે તે પ્રકારે પિતાનું તળીયું ટાઢું કરવામાં મશગુલ રહેતા; તેઓ સરકારી કામમાં લાંચ ખાતા હેવાથી, તથા ખાનગી વર્તનમાં જુગાર અને બીજાં વ્યસનથી વીંટળાઈ ગયેલા હોવાથી જ્યાં ત્યાં ઘાંટાળો તથા અન્યાય ચાલી રહ્યાં હતાં. આ સઘળી ગેરવ્યવસ્થા દૂર કરવા કૅસ્ટે તૈયાર થઈ આવ્યું હતું. હિંદુસ્તાનમાં નવ વર્ષ લશ્કરી નોકરી કર્યા પછી જોઈએ તેટલે ખાનગી વેપાર કરવાની પોતાની પ્રજાને પરવાનગી મળશે એવું પોર્ટુગલના રાજાએ પહેલેથીજ જાહેર કરેલું હોવાથી આ લાલચને લીધે પુષ્કળ લેકે હિંદુસ્તાન આવતા, અને તેથી જ હમણું અવ્યવસ્થા ઘણી વધી પડી હતી. અમલદારેને પગાર વગેરે કરાવી આપી આ સઘળે અન્યાય કમી કરવા માટે કેસ્ટ્રએ પુષ્કળ પ્રયત્ન કર્યા પણ તેને કંઈ યશ મળ્યો નહીં. કૅસ્ટ્ર હિંદુસ્તાન આવ્યો ત્યારે પોર્ટુગીઝ સામે સઘળા મુસલમાનેએ હથીઆર ઉપાડ્યાં હતા. ખંભાતને સુલતાન મહમુદ તથા તેને મુખ્ય કારભારી ખ્વાજા જાફર દીવ પાછું લેવા ખંતથી મંડયા હતા. જાફર ઘણે અભિમાની પણ ચતુર પુરૂષ હતું. એણે બહારથી પોર્ટુગીઝ સાથે સ્નેહ રાખી અંદરખાનેથી દીવ પાછું મેળવવાના હેતુથી સઘળા મુસલમાનોને એકત્ર કર્યા. એકાદ પોર્ટુગીઝને ભંભેરી તેની પાસે દીવનાં પીવાનાં પાણીમાં ઝેર નંખાવવાની એણે તજવીજ કરી, પણ આ પ્રપંચની પોર્ટુગીઝ લેકને એક મુસલમાન સ્ત્રી મારફત ખબર મળવાથી તેઓએ કાંઈ પણ કરવામાં આવે તે અગાઉ સખ્ત બંદોબસ્ત કર્યો. માસ્કરીના કરીને દીવને મુખ્ય અમલદાર હતા તેણે પણ લડવા માટે સઘળી તૈયારી કરી. તેણે કિલ્લાના દરેક બુરજ ઉપર પિતાના ભરોસાને અક્કેક અમલદાર મુકી તેના હાથ