________________ * ડા. 132 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. વસઈને પણ ઘેરા પડે ત્યારે પોર્ટુગીઝેને તેની સાથે સને 1615 માં તહ કરવાની જરૂર પડી. આ તહનામામાં એક કલમ એવી દાખલ કરવામાં આવી હતી કે બાદશાહે અંગ્રેજ તેમજ વલંદા લેકને આશ્રય આપવો. નહીં, પરંતુ તેની આ કબૂલાત ક્ષણભંગૂર નિવડી. વેળા પોર્ટુગીઝ અમલની ઘણી નિકૃષ્ટ અવસ્થા થઈ હતી. પોર્ટુગીઝની આસપાસ સઘળી બાજુએ દુશ્મને ઉભા થયા હતા, તેમની હસ્તકના મુલકની અંતરવ્યવસ્થા ઘણી જ બગડી ગઈ હતી; વેપારને અંગે માલ ખરીદ કરવા માટે જે નાણું યુરોપથી આ દેશમાં આવતું તે સઘળું સ્થાનિક અમલદારો રાજ્યના ખર્ચ પેટે વાપરી નાંખતા; ઘણું ખરા અધિકારીઓ સરકારના લેણદાર હતા; તીજોરી ખાલી હતી, અને દેવસ્થાનને સઘળો પૈસે સરકારી કામમાં વપરાઈ જતું હતું. આવી ભયંકર સ્થિતિમાં ચારે તરફથી લડાઈના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે સને 1614 માં યુરોપથી હિંદુસ્તાનના પિોર્ટુગીઝ અમલદારોને એવો હુકમ મળ્યું કે મેટા મેટા સરકારી હેદ્દાઓ લીલામ કરી વેચવા, અને જે ઉત્પન્ન આવે તેમાંથી રાજ્યને ખર્ચ ચલાવે. આ હુકમ અન્વય જુના નોકરોને એકદમ કમી કરવામાં આવ્યા, અને તેમની ખાલી પડેલી જગ્યાઓ જે કઈ વધારે પૈસા આપતું તેને બિનઅડચણે મળવા લાગી. કિલ્લાના મુખ્ય અમલદારની જગ્યા પણ એ જ પ્રમાણે વેચાઈ. ટુંકમાં પિર્ટુગીઝ લેકેની આબાદીને અંત નજીક આવતે જણાય. સને 1618 માં જૈન કુટીને ગોવાના વાઈસરૉય તરીકે આવતાં, અજવીઓને પોર્ટુગલ પાછા ફરવું પડયું. એનાં દુષ્ટ તથા ઘાતકી કૃત્યોને માટે પોર્ટુગીઝ સરકારે એને કેદ કરી અંધારી કોટડીમાં પૂર્યો. કેટલેક દિવસે ચાલેલી તપાસને અંતે અજવીઓની ઘણીજ બેબરૂ થઈ. હિંદુસ્તાનમાં એણે નહીં માની શકાય એવું દુષ્ટપણું ચલાવ્યું હતું. સિલેનમાં વિજય મળતાં તેણે માતાઓ પાસે તેમનાંછોકરાંઓને ઘાણીમાં ઘાલી પીલાવ્યાં હતાં, કેટલાંકને સિપાઈઓ પાસે ભાલાની અણી ઉપર નચાવી તેમનાં દુઃખથી આનંદ મેળવ્યો હતો, અને કેટલાંકને સમુદ્રમાં મગરના ભક્ષ તરીકે ફેંકી દીધાં હતાં.