________________ . હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. પડ્યા. સારાંશ, યુદ્ધની ભાંજગડ સિવાય ઐતિહાસિક મહત્વને કંઈ પણ બનાવ આ સમયે બન્યું નહીં. ઈ. સ. 1564 માં એન્ટોનિ નરેના વાઈસરૉય થયો ત્યારથી અન્ય ધર્મના લોકોને જોરજુલમથી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનું કામ ચાલુ થયું હતું. ગોવાથી જેyઈટ પાદરી સાછી બેટમાં ગયા, અને લશ્કરની મદદથી હિંદુ લેકેનાં મંદીરને નાશ કર્યો ત્યારે હિંદુ લેકે શસ્ત્ર લઈ તેમની સામા થયા, કેટલાંક ખ્રિસ્તી દેવળોને જમીનદસ્ત કર્યા અને ખ્રિસ્તી ઉપદેશક ઉપર ટુટી પડી તેમના પ્રાણ લીધા. આનું વેર લેવા નેરેનાએ સાછી ઉપર ફેજ મોકલી ત્યાંના અસંખ્ય લેકોની કતલ કરી, તથા તેમનાં ઘરબાર બાળી મુકી દેવાલયોનો નાશ કર્યો. આવાં ત્રાસદાયક કૃત્ય પછી પોર્ટુગીઝને જ્યાંત્યાં દેર બેઠે, તેઓએ દરેક પ્રાંતમાં પિતાનાં દેવળો સ્થાપ્યાં, અને પ્રત્યેક ટેકરી ઉપર કેંસ ઉભો કર્યો. સને 1584 માં વાઈસરોયની જગ્યા ઉપર આવેલા ડમ ડુઆર્ટ ડ મેનેઝીસને સઘળા કાળ લડવામાંજ પુરે થયો. તુકે લેકે પિતાને બોયલે વેપાર પાછો મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા એટલે તેમની અને પોર્ટુગીઝ વચ્ચે અનેક ઝગડા થયા, અને તેને નિકાલ કરવામાં મેનેઝીસનો સને 1588 લગીને વખત ગયો. આજ અરસામાં ઈગ્લેંડ અને પેન વચ્ચે તકરાર ઉત્પન્ન થવાથી એક દરીઆઈ લડાઈ થઈ. સને 1588 માં ઉત્કૃષ્ટ માલથી ભરેલું એક પોર્ટુગીઝ જહાજ યુરોપ જતાં રસ્તામાં પ્રસિદ્ધ અંગ્રેજ વહાણવટી ડેકના હાથમાં સપડાયું. તે ઉપરથી તેણે વિચાર્યું કે પોર્ટુગીઝેના જહાજમાં દમ વિનાને માલ હતા, તથા હિંદુસ્તાનમાં તેઓનું પ્રાબલ્ય ધારવામાં આવતું હતું તેટલું વિશેષ નહોતું. એમ છતાં મળેલી લૂંટ ઉપરથી હિંદુસ્તાનની સંપત્તિને કંઈક ખ્યાલ તેને આવ્ય, બીજે જ વર્ષે અંગ્રેજોના હાથમાં આવેલાં એક બીજા પર્ટુગીઝ વહાણમાને માલ ઈગ્લેંડ લઈ જઈ વેચતાં દેઢ લાખ પિંડ ઉત્પન્ન થયા. વેપારી માલ સિવાય વહાણ ઉપર મુલ્યવાન જવાહીર પણ હતાં. આવા દાખલાઓથી હિંદુસ્તાનના વેપાર સંબંધી અંગ્રેજોના મહેડામાં પાણી છુટવા લાગ્યાં. ' * કુઆર્ટ સને 1588 માં મરણ પામતાં ડી સુઝા કુટીને વાઈસરોય