________________ 108 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. મુસલમાની સાખા પ્રબળ હતી. બેઉ વચ્ચે અણબનાવ હેવાથી હિંદુ રાજ્યને નાશ કરી સઘળા પ્રદેશ ઉપર મુસલમાની અમલ સ્થાપવાને બ્રાહ્મણ રાજાનો વિચાર ચાલતું હતું. સને 1565 માં તાલિકેટની લડાઈ માં વિજયનગરના હિંદુ રાજાની હાર થઈ અને મુસલમાનોની મતલબ પાર પડી. આફ્રિકાને પૂર્વ કિનારે, મલબાર કિનારે, અને આરબી સમુદ્ર ઉપર આરબો ફરતા હોવાથી તેઓની અને પોર્ટુગીઝો વચ્ચે સ્પર્ધ ચાલુ હતી. આરબ વેપારીઓ કિનારા ઉપરની હિંદુ સૈયતને તથા રાજાઓને અતિશય ત્રાસ દેતા અને તેમને વટલાવી મુસલમાન બનાવતા. આ કારણ થી બહારનો શત્રુ આવી તેમને પરાજય કરી નાશ કરે છે તે વાત કેચીન, વિલન, વગેરે ઠેકાણના હિંદુ રાજાને ઈષ્ટ હતી. પોર્ટુગીઝ કેના કાવાદાવા માત્ર ઝામેરીનજ સમજી ગયો હતો, અને તેજ તેઓ સામે લડતે હતે. પણ બીજા હિંદુઓને પિર્ટુગીઝ કરતાં આરબોની ધાસ્તી વધારે હતી. વ્યાપારની બાબતમાં પણ આરબ તરફથી હિંદુઓને વિશેષ પ્રાપ્તી નહતી. પોર્ટુગીઝ વેપારીઓ એકદમ જથાબંધ માલ ગમે તે ભાવે ઉપાડી યુરોપ લઈ જવા લાગ્યા હતા એટલે મલબારના વેપારમાં તેજી આવી હતી, અને સર્વ હિંદુ રાજા તથા પ્રજા જાણે પોર્ટુગીઝોનાં હિતચિંતક બની ગયાં હતાં. વિજયનગરને નરસિંગરોવ આ સમયે પ્રબળ હતું, પણ મુસલમાનોના હૈષને લીધે તેણે પોર્ટુગીઝની વિરૂધ કંઈ પણ હીલચાલ કરી નહીં. વળી મુસલમાનોનો અમલ સ્પેનમાં ચાલતે હેવાથી, અને આફ્રિકાના ઉત્તર અને પૂર્વ કિનારા ઉપર આજલગી તેમની સાથે લડવાને પોર્ટુગીને પ્રસંગ પડેલ હોવાથી તેમને મુસલમાન પ્રત્યે જેટલે દ્વેષ ઉત્પન્ન થતા તેટલે હિંદુઓ સામે થતું નહીં. ઉલટું હિંદુઓ તરફ તેના મનમાં સહાનુભૂતની લાગણી ઉશ્કેરાતી. અસલના વખતથી મલબાર કિનારા ઉપર ખ્રિસ્તીઓની વસ્તી ઘણી હતી, અને તે હિંદુ અમલ હેઠળ સુખી હતી. આ સ્થિતિ અવલોકન કર્યા પછી આલ્બકકે હિંદુ રાજા સાથે હમેશને માટે મિત્રાચારી રાખવાન, મુસલમાનોને હરાવી તેમની સત્તા નિર્મળ કરવાને, અને તેમ કરી પિર્ટુગીઝને વેપાર તેમજ અમલે દ્રઢ.