________________ પ્રકરણ 4 થું.] પર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 109 કરવાનો નિશ્ચય કર્યો. માર્ગથી ઉત્તમ જાતના આરબી અને ઈરાની ઘેાડા મલબાર કિનારા ઉપર આવતા, તેવા ઘેડા પોતે લાવી વિજયનગરના રાજાને પુરા પાડવા, તથા તેને મુસલમાનો સામે લડવામાં મદદ કરવી, એવી સરતે એક તહનામું આબુકર્ક પિતાના એલચીને વિજયનગર મોકલી નક્કી કર્યું. હિંદુ સાથે મિત્રાચારી કરી મુસલમાનોને નાશ કરવો એ તેના વર્તનને મુખ્ય હેતુ હતે. કૅલિકટના હિંદુ રાજા સાથે મિત્રાચારી કરવાની આબુકર્કની ઈચ્છા હતી. તેની આ મનકામના પૂર્ણ થાય તે પહેલાં અન્ય અધિકારીઓએ સને 1510 માં કૅલિકટના રાજવાડા ઉપર એકાએક હલ્લે કર્યો, તેમાં 100 પોર્ટુગીઝ તથા બાર મોટા મોટા અધિકારીઓ માર્યા ગયા, છતાં રાજાને જય મળે. આ પ્રસંગે આબુકર્ક જખમી થયેલો, પણ તેને ઘા વિશેષ જોખમકારક હતું નહીં. પછી સેકોઢા ઉપર સ્વારી લઈ જવા તૈયાર થઈ આબુકર્ક જ્યારે ગેવાની પાસે અંજીપ આગળ આવ્યા ત્યારે હિમચા નામના એક કાવાબાજ હિંદુએ ગોવા છતવા માટે તેને નીચે મુજબ સલાહ આપી. તિમચાનું નામ વાસ્કો ડ ગામાની હકીકતમાં ઉપર આવી ગયું છે. એ દરીઆઈ બાબતમાં કુશળ હતું, તેમજ ખટપટી પણ ઘણે હતો. વાઓ ડ ગામાએ એનાં વહાણ બાળી નાખ્યાં હતાં, પણ એ વાત ભુલી જઈ એણે આભીડાનો સ્નેહ સંપાદન કર્યો, અને પોર્ટુગીઝ લોકોને મદદ કરી પિતાને વૈભવ વધાર્યો. તિમચાની શિખવણીથી આલ્બક એવો વિચાર કર્યો કે ગોવા એ હિંદુસ્તાનના પશ્ચિમ કિનારા ઉપર વેપારનું એક મોટું મથક હતું, અને તે બે ખાડીની વચમાં આવેલું હોવાથી વહાણે પડી રહેવા માટે ત્યાં સારી જોગવાઈ હતી. વળી અહીં સધળા દેશનાં વહાણે આવતાં હતાં. આલ્બર્ક સહજ ધારી શક્યો કે આવી ઉત્તમ જગ્યા પિતાના તાબામાં હવા સિવાય પોર્ટુગીઝ રાજ્ય સ્થાપી શકાશે નહીં. કાચીન, કૅલિકટ અને વિલેનમાં પોર્ટુગીઝોની કિલ્લેબંધ કાઠીઓ હતી ખરી, તોપણ તે દરેક ઠેકાણે નિરનિરાળાં સ્વતંત્ર રાજ્યો હોવાથી પોર્ટુગીઝોને ત્યાંના રાજાની