________________ પ્રકરણ 4 થું. ] પિર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 111 પણ તેને હસ્તગત થયું, એટલે મુસલમાન અમલદારો ત્યાંથી નાસી ગયા. જુલમી અમલમાંથી લેકે છુટક થવાથી તેઓના આનંદનો પાર રહ્યો નહીં, અને તેમણે આબુકર્કને સુવર્ણનાં પુષ્પોથી વધાવી લીધો. આબુક કે કંઈપણુ વખત ગુમાવ્યા વિના શહેરને બંદોબસ્ત કર્યો. - આ ઉથલપાથલની ખબર તરતજ સર્વત્ર પ્રસરી ગઈ. મુસલમાન અને હિંદુ રાજાઓએ આબુકર્ક પાસે પિતાના વકીલે મોકલ્યા. વિજયનગરના રાજાએ ગોવા પિતાને આપવા માટે માગણી કરી. ઈરાનના શાહ તથા ઓર્મઝના રાજાએ પોર્ટુગીઝ વિરૂદ્ધ અંદર ખાનેથી કારસ્તાન ચલાવ્યાં. પણ આબુક ધૂર્તપણે સઘળાને દબાવી દીધા. ગોવા શહેર પોર્ટુગીઝોના હાથમાં ગયું છે હકીકત સાંભળી યુસુફ આદિલી શાહ 60,000 લશ્કર લઈ ગાવા ઉપર સત્વર આવ્યો, અને આબુકર્કને સંદેશો કહાવ્યો કે તમારે જોઈએ તે બીજું બંદરો હું તમને આપું છું પણ તિમચાને અમારા હવાલામાં સોંપે, અને તેમ કરે તે ગોવા પણ હું તમને આપું.” પણ એ કહેણ આબુકર્ક માન્ય કર્યું નહીં ત્યારે આદિલશાહ શહેરમાં એકદમ દાખલ થયા. એની સામા થવા આબુકર્કમાં સામર્થ્ય નહીં હોવાથી તે પિતાનાં સઘળાં માણસો લઈ વહાણ ઉપર નાસી ગયો, પણ એમ કરતાં અગાઉ એકઠે કરેલે દારૂગોળો તેણે ઉડાવી દીધે, અને હાથમાં આવેલા દેઢસો મુસલમાનોને કાપી નાખ્યા. ગેવાની ખાડીમાંથી બહાર નીકળવાને અનુકૂળ હવા ન મળવાથી આબુકર્કને બંદરમાં ત્રણ મહિના પડી રહેવું પડયું. અહીં દરરાજ ઉભય પક્ષ વચ્ચે ઝપાઝપી થતી. આબુકર્કની તંગ સ્થિતિનો લાભ લઈ તેના અમલદારે પણ તેની સામા થયા, પણ એણે ઘણાં ધર્ય થી તેમને દબાવ્યા. એટલામાં યુરોપથી મદદ આવી પહોંચતાં હોનાવર જઈ તે તિમચાને મળ્યો. આ તરફ આદિલશાહ ગાવા છોડી જવાથી ત્યાં બંદોબસ્ત બરાબર રહે નહોતો, એટલે તે ઉપર ફરીથી હલે કરવાને તિમચાએ આબુકર્કને સમજાવ્યો, ગરસપાના રાજા સાથે હિમચા તેની મદદે આવ્યો, એટલે નવેમ્બર માસમાં તેણે ગાવા ઉપર ફરીથી ચડાઈ કરી. ઘણું ઝનુની યુદ્ધમાં બે હજાર મુસલમાને પડયા પછી શહેર તેના